બજાજ ફાયનાન્સે નીચે મુજબના પરિણામો જાહેર કર્યા છેઃ
નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 3,158 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 11,508 કરોડ રહ્યો
31 માર્ચ, 2023ના રોજ કન્સોલિડેટેડ એસેટ અંડર મેનેજમેન્ટ રૂ. 2,47,379 કરોડ રહી
નાણાંકીય વર્ષ 2023માં નવી બુક થયેલી લોન સર્વોચ્ચ સ્તરે 29.58 મિલિયન રહી
નાણાંકીય વર્ષ 2023માં કસ્ટમર ફ્રેન્ચાઈઝીમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો થઈને 11.57 મિલિયન રહી
બજાજ ફાયનાન્સ લિમિટેડ (BFL) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજે 31 માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ માટે ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ પરિણામો પર વિચારણા કરવા અને મંજૂર કરવા માટે એક બેઠક યોજાઈ હતી.
BFL ના કન્સોલિડેટેડ પરિણામોમાં તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (BHFL), બજાજ ફાઇનાન્સિયલ સિક્યોરિટીઝ લિમિટેડ (BFinsec) અને તેની સહયોગી કંપની એટલે કે સ્નેપવર્ક ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (26 નવેમ્બર 2022 થી)ના પરિણામોનો સમાવેશ થાય છે.
નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના કન્સોલિડેટેડ પરિણામો પર એક નજરઃ
Ø નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન બુક કરાયેલી નવી લોનની સંખ્યા નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં 6.28 મિલિયનની સામે 20% વધીને 7.56 મિલિયન થઈ.
Ø કસ્ટમર ફ્રેન્ચાઇઝી 31 માર્ચ 2023 સુધીમાં 69.14 મિલિયન થઈ જે 31 માર્ચ 2022 સુધીમાં 57.57 મિલિયન હતી, જે 20%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીની ગ્રાહક ફ્રેન્ચાઇઝીમાં 3.09 મિલિયનનો વધારો થયો છે.
Ø 31 માર્ચ, 2022ના રોજ રૂ. 1,92,087 કરોડની કોર એયુએમ (એટલે કે શોર્ટ ટર્મ આઈપીઓ ફાયનાન્સિંગ રિસિવેબલ સિવાયની એયુએમ) 31 માર્ચ, 2023ના રોજ 29% વધીને રૂ. 2,47,379 કરોડ થઈ. નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં એયુએમમાં વૃદ્ધિ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે રહીને રૂ. 16,537 કરોડ થઈ.
Ø નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે વ્યાજની ચોખ્ખી આવક નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં માં રૂ. 6,061 કરોડથી 28% વધીને રૂ. 7,771 કરોડ થઈ.
Ø નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી વ્યાજની આવક માટે સંચાલન ખર્ચ 34.1% રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં 34.5% હતો.
Ø નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં લોન નુકસાન અને જોગવાઈઓ રૂ. 859 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 702 કરોડ હતી. કંપની 31 માર્ચ 2023 સુધીમાં રૂ. 960 કરોડનું મેનેજમેન્ટ અને મેક્રો-ઈકોનોમિક ઓવરલે ધરાવે છે.
Ø નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કરવેરા પૂર્વેનો નફો રૂ. 4,261 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 3,265 કરોડ કરતાં 31% વધુ હતો.
Ø નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 3,158 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 2.420 કરોડ કરતાં 30% વધુ હતો.
Ø 31 માર્ચ 2023ના રોજ ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ અનુક્રમે 0.94% અને 0.34% હતી, જે 31 માર્ચ 2022 ના રોજ અનુક્રમે 1.60% અને 0.68% હતી. 31 માર્ચ, 2023ના રોજ કંપની પાસે સ્ટેજ 3 એસેટ્સ પર 64%નો પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો છે જ્યારે સ્ટેજ 1 અને 2 એસેટ્સ પર 118 બીપીએસ છે.
Ø 31 માર્ચ 2023 સુધીમાં મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (ટિયર-ટુ મૂડી સહિત) 24.97% હતો. ટિયર-1 મૂડી 23.20% હતી.
નાણાંકીય વર્ષ 2023ની કન્સોલિડેટેડ કામગીરી પર એક નજરઃ
Ø નાણાંકીય વર્ષ 2022માં 24.68 મિલિયનની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023માં બુક કરાયેલી નવી લોનની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ 29.58 મિલિયન હતી, જે 20%ની વૃદ્ધિ દર્શાવે છે.
Ø ગ્રાહક ફ્રેન્ચાઇઝી 31 માર્ચ 2023 સુધીમાં 69.14 મિલિયન હતી જે 31 માર્ચ 2022 સુધીમાં 57.57 મિલિયન હતી, જે 20% ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023માં ગ્રાહક ફ્રેન્ચાઇઝીમાં અત્યાર સુધીનો સૌથી વધુ 11.57 મિલિયનનો વધારો નોંધાયો છે.
Ø નાણાંકીય વર્ષ 2023 માટે ચોખ્ખી વ્યાજની આવક નાણાંકીય વર્ષ 2022માં રૂ. 21,894 કરોડથી 32% વધીને રૂ. 28,846 કરોડ થઈ.
Ø નાણાંકીય વર્ષ 2023 માટે ચોખ્ખી વ્યાજની આવક માટે સંચાલન ખર્ચ 35.1% હતો જે નાણાંકીય વર્ષ 2022માં 34.7% હતો.
Ø નાણાંકીય વર્ષ 2023 માટે લોનની ખોટ અને જોગવાઈઓ રૂ. 3,190 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 4,803 કરોડ હતી. કંપની 31 માર્ચ 2023 સુધીમાં રૂ. 960 કરોડનું મેનેજમેન્ટ અને મેક્રો-ઈકોનોમિક ઓવરલે ધરાવે છે.
Ø નાણાંકીય વર્ષ 2023 માટે કરવેરા પછીનો નફો નાણાંકીય વર્ષ 2022માં રૂ. 7,028 કરોડથી 64% વધીને રૂ. 11,508 કરોડ થયો.
Ø બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાંકીય વર્ષ 2023 માટે રૂ. 2ના ફેસ વેલ્યુના ઈક્વિટી શેર દીઠ રૂ. 30 ના(1500%) ડિવિડન્ડની ભલામણ કરી છે (ગત વર્ષે રૂ. 2ની ફેસ વેલ્યુવાળા ઈક્વિટી શેરદીઠ રૂ. 20 એટલે કે 1000% ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી હતી).
સુચિત્રા આયરે