નડિયાદ ડુમરાલ આવેલ કૈવલનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્તભાઈ પટેલ ગઈકાલે સવારે ઉઠીને મકાનનો પાછળનો દરવાજો ખોલવા જતા તે બહારથી કપડાની ગાંઠથી બંધ કરેલ હતો. જેથી ખોલી પાછળના ભાગે જોતા મકાનની દિવાલ પર તારની જાળી કાપી બાકોરુ પાડી લોખંડની જાળી કાઢી નાંખેલી હતી. જેથી તે રૂમમાં તપાસ કરતાં તિજોરી અને લાકડાના કબાટોમાં મુકેલ માતાજીના શણગારની ચીજવસ્તુઓ ઘરના સભ્યોના દાગીના, ચાંદીનો દોઢ કિલોનો તા૨, ૨૫૦ ગ્રામના ચાંદીના વાસણો, ૬૦૦ ગ્રામના ચાંદીના છડા, પાઉન્ડના ૫૦ નંગ સિક્કા મળી કુલ રૂ.૧.૮૨ લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. તેમણે સીસીટીવીમા જોતા ત્રણ ઈસમો મોઢા પર બાંધેલી હાલતમાં ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા દેખાયા હતા. આ મામલે તેમણે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement