Proud of Gujarat
FeaturedGujaratINDIA

વૈશ્વિક પડકારો છતાં ભારતીય કોર્પોરેટ્સની સ્થિરતા અકબંધ હોવાની પુષ્ટિ કરે છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022

Share

વૈશ્વિક સ્તરે સખત નાણાકીય નીતિઓ, વધતો ફુગાવો, ધીમો પડતો વૈશ્વિક વૃદ્ધિ દર અને કોમોડિટીના ઊંચા ભાવ જેવા પડકારોનો સામનો કરવા છતાં, ભારત સરકાર અને કોર્પોરેટ્સે કાર્યક્ષમ જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આ બાબત કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (સીઆઈઆરઆઈ) 2022ની 3જી આવૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે, જે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ફ્રોસ્ટ અને સુલિવાનના સહયોગમાં હાથ ધરાયેલ પ્રોપરાઈટરી અભ્યાસ છે, જે દર્શાવે છે કે રિસ્ક ઈન્ડેક્સ સ્કોર 2021માં 62 થી 2022માં 63 થયો છે. ભારતની અગ્રણી ખાનગી વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતીય કોર્પોરેટ જગત અને ઈન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ એવોર્ડ્સ (આઈઆરએમએ) માટે આ પ્રકારનો પ્રથમ રિસ્ક ઈન્ડેક્સ બનાવવા માટે અગ્રણી છે અને આ માટેનો પાયો નાંખવાનો વિચાર તેનો છે, જે કંપનીઓને તેમની જોખમ શાસન પદ્ધતિઓ માટે માન્યતા આપવા માટેની મિલકત છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સીઆઈઆરઆઈ 2022માં 6 વ્યાપક પરિમાણોમાં 32 જોખમ ઘટકોનો સમાવેશ થાય છે અને વૈશ્વિક જોખમ વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમાવેશ કરે છે. ઉચ્ચ સ્કોર એ બહેતર જોખમ વ્યવસ્થાપનનો સંકેત આપે છે, જે કંપનીઓને અસરકારક જોખમ સંચાલન પદ્ધતિઓ અપનાવવા સક્ષમ બનાવે છે.

Advertisement

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી ભાર્ગવ દાસગુપ્તા અને ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના ગ્લોબલ પ્રેસિડેન્ટ શ્રી અરૂપ ઝુત્શીએ સીઆઈઆરઆઈ 2022 લોન્ચ ઈવેન્ટમાં આ વિશે વાત કરી હતી. ઈન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ એવોર્ડ્સની 9મી આવૃત્તિમાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટા અને મધ્યમ ક્ષેત્રના 250 થી વધુ કોર્પોરેટ્સને પણ માન્યતા આપી અને સન્માનિત કર્યા જેમણે અનુકરણીય જોખમ વ્યવસ્થાપન મૂલ્યો દર્શાવ્યા છે.

આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી ભાર્ગવ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ રિસ્ક ઇન્ડેક્સ રિપોર્ટ કંપનીઓને તેમની રિસ્ક પ્રોફાઇલનું મૂલ્યાંકન કરવા અને તેનું સંચાલન કરવા માટે જરૂરી આંતરદ્રષ્ટિ અને ટૂલ્સ પૂરા પાડે છે, તેમને લાંબા ગાળા તથા ટકાઉ વૃદ્ધિ માટે પ્રતિકૂળતામાં આગળ વધવા માટે સશક્ત કરે છે. કોર્પોરેટ રિસ્ક ઈન્ડેક્સની ત્રીજી એડિશનમાં વધેલો સ્કોર એ ભારતીય કોર્પોરેટ દ્વારા વૈશ્વિક અસ્થિરતા અને પડકારોનો સામનો કરવા અપનાવવામાં આવેલી કાર્યક્ષમ રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસનો પુરાવો છે. આગળ જતાં તે કંપનીઓ માટે અસ્થિરતાથી આગળ રહેવા તથા વ્યાપક અને કાર્યક્ષમ રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ અપનાવવા માટે નિર્ણાયક છે.”

ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના ગ્લોબલ પ્રેસિડેન્ટ અરૂપ ઝુત્શીએ જણાવ્યું હતું કે, “ભારતની મજબૂતીની ગાથા એ હકીકતમાં રહેલી છે કે કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સનો સ્કોર વાર્ષિક ધોરણે સતત સુધરી રહ્યો છે, અમે ટેલિકોમ અને કોમ્યુનિકેશન, એરોસ્પેસ અને સંરક્ષણ અને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રો વધુ સારા રિસ્ક ઈન્ડેક્સ તરફ આગળ વધી રહ્યાં હોવાનું જોઈ રહ્યા છીએ. એવું પણ અવલોકન કરવામાં આવ્યું છે કે મોટા અને મધ્યમ કદના ભારતીય સાહસો પરિપક્વતાના સ્તર સાથે ભૌગોલિક-રાજકીય મુદ્દાઓને કારણે ઉદ્ભવતા બજાર અને અર્થતંત્ર અને સંચાલન સંબંધિત જોખમોને સ્થાનાંતરિત કરવા માટે સ્થિતિસ્થાપક બની રહ્યા છે અને તેનું સંચાલન કરી રહ્યા છે જે જોખમના સતત બદલાતા વિશ્વમાં પોતાના હિતોનું સંરક્ષણ કરવા તરફ ભારત આગળ વધી રહ્યો હોવાનું સૂચવે છે.

2022 રિસ્ક ઇન્ડેક્સ ‘સુપિરિયર’ અથવા ‘ઑપ્ટિમલ રિસ્ક હેન્ડલિંગ’ (જોખમ ખમવાની ક્ષમતા)માં તમામ 20 ક્ષેત્ર દર્શાવે છે, જેમાં સાત ક્ષેત્ર ‘સુપિરિયર’ હેન્ડલિંગ દર્શાવે છે, જેમાં ઓટોમોટિવ, એફએમસીજી, ટૂરિઝમ, હેલ્થકેર, ટેલિકોમ, ફાર્માસ્યુટિકલ્સ અને નવી પેઢીની કંપનીઓનો સમાવેશ છે.

‘એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ ક્ષેત્રએ રિસ્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ સુધારો દર્શાવ્યો છે, જે સરકાર અને એન્ટરપ્રાઈઝની આગેવાની હેઠળની પહેલોને કારણે 2021માં 52થી 2022માં 63 થઈ ગયો છે. પરંપરાગત ક્ષેત્રો સાયબર થ્રેટ્સ અને ઈનોવેશન રિસ્ક્સ જેવા તકનીકી જોખમો માટે પણ તૈયારી કરી રહ્યા છે.

ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી અને ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોએ ઇંધણના ભાવવધારા અને આતંકવાદને કારણે થતા વિક્ષેપોનો અસરકારક રીતે સામનો કર્યો છે. જોકે, મેટલ્સ એન્ડ માઇનિંગ અને કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરોએ બાહ્ય મેક્રો-ઇકોનોમિક પરિબળોને કારણે જોખમ વ્યવસ્થાપનમાં ઘટાડો દર્શાવ્યો હતો.

કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ પર કોર્પોરેટ્સના પ્રદર્શનને હાઈલાઈટ કરવા ઉપરાંત, અભ્યાસ જોખમ ઘટાડવા અને 2023માં સુપિરિયર રિસ્ક ઈન્ડેક્સ સ્કોર હાંસલ કરવા માટેના પગલાંની ભલામણ કરે છે. આમાં પરિસ્થિતીના આયોજન દ્વારા જોખમની કલ્પના કરવી, સર્વગ્રાહી અભિગમ દ્વારા જોખમને દૂર કરવું અને કાર્યક્ષમ આંતરદૃષ્ટિ મેળવવા માટે આગાહીયુક્ત ભાવિ વિશ્લેષણનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.

સુચિત્રા આયરે


Share

Related posts

ભરૂચનાં યુવાને લોક ડાઉનનાં સમયનો કઈ રીતે ઉપયોગ કર્યો જાણો !!

ProudOfGujarat

બનાસકાંઠા: દિયોદરમા મોબાઈલ દુકાનમાં શોર્ટશર્કિટને કારણે લાગી આગ લાગતા એક સમયે દોડધામ મચી હતી….

ProudOfGujarat

સુરતનાં પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે 4500 કિલો સવા મણી લાડુનો ભોગ ધરાવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!