Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી, જો તમે મકાન ભાડે આપ્યું છે કોઈને તો આટલુ જરૂર ધ્યાન રાખજો બાકી ગયા પોલીસ સ્ટેશને સમજો

Share

સામાન્ય રીતે એક કરતા વધુ મકાન ધરાવનાર વ્યક્તિઓ પોતાના અન્ય મકાનને ભાડેથી આપી આર્થિક રીતે પોતાને ફાયદો થતો રહે અને મકાનની જાણવણી પણ રહે તેવું વિચાર કરી મકાન જે તે વ્યક્તિઓને ભાડે આપી દેતા હોય છે, જે બાદ એ મકાનમાં રહેતા ભાડુઆત દ્વારા કોઈ અસામાજિક પ્રવૃતિ કે લડાઈ ઝઘડા અથવા કાયદાકીય કોઈ પ્રકાર ગુનાખોરીની ઘટના ભાડુઆત સર્જે ત્યારે તપાસમાં મકાન માલિકો પણ કેટલાક બનાવોમાં કાયદાની ચૂંગાલમાં ફસાઈ જતા હોય છે અને આખરે તેઓને પણ પોલીસ મથક સુધી પહોંચી જવુ પડતું હોય છે.

ભરૂચના મકતમપૂર અને ઝાડેશ્વર ગામ વિસ્તારમાં અનેક લોકોએ પોતાના મકાન ભાડેથી આપ્યા છે, જેમાં પણ મોટાભાગના ભાડુઆત પ્રર પ્રાંતિય છે, બે દિવસ અગાઉ આજ પ્રકારે કેટલાક પરપ્રાંતિય ઈસમોનું ટોળું અંદરો અંદર મારામારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ પોલીસે એક્શનમાં આવી ફૂટેજની મદદથી કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી, તો બીજી એક ઘટનામાં જમીનના ઝઘડામાં પણ પરપ્રાંતિય ઈસમ ઉપર પોતાના જ પુત્ર એ ફાયરિંગ કરાવ્યું હોવાની ચકચારી ઘટના સર્જાઈ હતી.

એક બાદ એક ઘટનાઓ સામે આવતા હવે ભરૂચ પોલીસ પણ એક્શનમાં આવી છે, સી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મકતમપુર અને ઝાડેશ્વર ગામ ખાતેના અનેક ભાડુઆત મકાનો ઉપર પોલીસ વિભાગની ટિમો એ ચેકીંગ હાથ ધર્યું હતું અને જે તે મકાનના માલિકો એ ભાડુઆત અંગેની માહિતી અથવા પોલીસ વેરિફિકેશન કરાવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથધરી હતી.

Advertisement

સી ડિવિઝન પોલીસે પોલીસ મથકમાં ભાડુઆતનું વેરિફિકેશન ન કરાવનાર પાંચથી વધુ મકાન માલિકો સામે ગુનો દાખલ કર્યો છે, તેમજ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આમ કાયદાકીય રીતે ઢીલાસ દાખવનારા મકાન માલિકોને આખરે હવે પોલીસ મથકના દાદર ચઢવાની નોબત આવી પડી હતી.


Share

Related posts

રાજપીપલા ખાતે કલેક્ટર નર્મદાનાં અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : મક્તમપુરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રૂા. 2.60 લાખ કરતા વધુ મતાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે ભરતીમેળામાં પસંદગી પામેલા ૯૦૫ ઉમેદવારોને નિમણૂંક-કરારપત્રો એનાયત કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!