આજરોજ જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રેસીડેન્ટ અમીષ દોશી છેક ચેન્નાઇથી, ભરુચના ઘરડા ઘર ખાતે આવેલ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરની મુલાકાતે આવ્યા હતા કે જ્યાં જૈન સોશ્યલ ગૃપ ભરૂચ દ્વારા જરુરિયાતમંદ, વંચિત બહેનોને જુદી જુદી વોક્શનલ ટ્રેનિંગ જેમ કે, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર બેઝીક+ટેલી, ફેશન ડિઝાઇનીંગ બેઝીક + એડવાન્સ અને ટાટા ઇન્સ્ટીચ્યુટ ઓફ સોશ્યલ સાયન્સીસ સાથે કોલાબરેશનમાં જેરીયાટ્રીક કેરનો ડિપ્લોમા વગેરેની વિના મુલ્યે તાલીમ આપી તેઓને પગભર થવામાં મદદરૂપ થઇ તેમનું તથા તેમના પરિવારનું જીવનધોરણ ઉંચુ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. છેલ્લા નવ વર્ષથી ચાલતા આ વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૩૧૨૦ જેટલી જરુરિયાત મંદ બહેનોને તાલીમ આપવામાં આવી છે. સેન્ટરની પ્રવૃત્તિથી ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રેસીડેન્ટ અમીષ ભાઇ ખુબ જ પ્રભાવિત થયા હતા અને જેએસજી ભરૂચને જેએસજી ઇન્ટરનેશનલ ફેડરેશન તરફથી ₹ ૫૧,૦૦૦/- જેટલી માતબર રકમનું દાન જાહેર કરેલ હતું. ઇન્ટરનેશનલ ફેડરેશનના સેક્રેટરી જનરલ ચિરાગ ચોકસી, પીઆરઓ એડમિન મનિષ શાહ, રિજીયન ચેરમેન બી કે શાહ, રિજીયન ઇમી. ફોર્મર ચેરમેન મયુર શાહ સાથે ભરુચ ગૃપના અન્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જૈન સોશ્યલ ગૃપના પ્રેસીડેન્ટ કેતકી મહેતાએ જણાવ્યું કે તેમના બે વર્ષના ટેન્યોર દરમ્યાન ભરુચ શહેર અને જિલ્લાની જરુરિયાતમંદ જનતાના લાભાર્થે અન્ય પરમેનન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની આકાંક્ષા છે.
ભરૂચ: જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશનનાં પ્રેસીડેન્ટ એ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી
Advertisement