Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIALifestyleUncategorized

સંજય લીલા ભણસાલીનો આભાર વ્યક્ત કરતી: અનુપ્રિયા

Share

પદ્માવતિ ક્યારે રિલીઝ થશે એ નક્કી નથી. પણ આ ફિલ્મમાં રાજા રાવલ સિંહ (શાહિદ કપૂર)ની પહેલી પત્નિ બનેલી અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કા નિર્દેશક સંજય લીલા ભણશાલીનો સતત આભાર વ્યક્ત કરી રહી છે.

ફિલ્મમાં દિપીકા પાદુકોણ શાહિદની બીજી પત્નિના રોલમાં છે. તેની પહેલી પત્નિ રાની નગ્માવતિનો  રોલ અનુપ્રિયાએ નિભાવ્યો છે. આ અનુપ્રિયા સલમાન ખાનની બ્લોક બસ્ટર ટાઇગર જિંદા હૈ ફિલ્મમાં પૂર્ણા નામની નર્સના રોલમાં છે. અનુપ્રિયા કહે છે કે પદ્માવતિનું શુટીંગ ચાલુ હતું ત્યારે જ મને ટાઇગર જિંદા હૈ માટે રોલ ઓફર થયો હતો.તેમાં પણ કામ કરવાની મને સંજય લીલા ભણશાલીએ હા કહી હતી તે માટે હું તેનો સતત ઉપકાર માનુ છું.

Advertisement

સંજય લીલા ભણસાલીએ ધાર્યુ હોત તો મને ના પાડી હોત. પરંતુ તેમને મને રોકી નહોતી. તે સાથે જ તેણે જણાવ્યું કે મને સેટ પર દિપીકા, શાહિદ અને સંજય ભણશાલી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે અને સાથે જ સંજય લીલા ભણસાલીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌજન્ય(અકિલા)


Share

Related posts

શહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ :૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

ProudOfGujarat

સોશીયલ મિડીયા-ઇન્ટરનેટ કોમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ થકી બ્લુ વ્હેલ ગેમ / બ્લુ વ્હેલ ચેલેન્જ વગેરે નામોની ગેમ/કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે યાયાવર પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પક્ષીઓની ગણતરીની શરૂઆત કરી હતી.

ProudOfGujarat
error: Content is protected !!