તારીખ 22/4/2023/ ને શનિવારના રોજ અખાત્રીજ ત્રીજના શુભ દિને ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા આહિર સમાજનો 12 મો લઘુગન લગ્નસવ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા કોરોનાના બે વર્ષ બાદ ફરી આ વર્ષે સાતમો સમૂહ લગ્નઉત્સવનું દૂધધારા ડેરી ગ્રાઉન્ડ એસ.ટી ડેપો સામે ભોલાવ ખાતે આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાના 12 નવયુગલ આ સમૂહલગ્ન ઉત્સવમા જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ શ્રી સોમદાસ બાપુ દ્વારા સવારે દીપ પ્રાગટ્ય કરી સમુહ લગ્ન ઉત્સવનો પ્રારંભ થયો હતો ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસવડા એસ. પી. ડો. લીનાબેન પાટીલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ ના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચના પૂર્વ મંત્રી ખુમાનસિંહજી વાસિયા ભરૂચ દૂધધારા ડેરીના સાગરભાઇ પટેલ ભરૂચ ડિસ્ટ્રીક કોપરેટીવ બેંકના એમ.ડી અજયસિંહ રાણા સહિત જિલ્લા ભરના રાજકીય અને સામાજિક આગેવાનો સામુહ લગ્નમાં ઉપસ્થિત રહી નવદંપત્તિઓને શુભેચ્છાઓ પાઠવ્યા હતા ત્યારે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના પ્રમુખ ડાહ્યાભાઈ આહિરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં આનાથી પણ વિશેષ સમુહ લગ્નમાં લોકો જોડાઈ અને લોકો સમાજ ઉપયોગી કામ કરે ખોટા ખર્ચ ના કરી સમૂહ લગ્નમાં જોડાઈ આર્થિક વિકાસ કરીએ તેવી સમાજના પ્રમુખે હાકલ કરી હતી ત્યારે આ પ્રશ્ન કે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના કમિટી સભ્યો દ્વારા આવનાર તમામ મહેમાનનું પુષ્પકુંજ શાલ અને મોમેન્ટો ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભરૂચના જિલ્લા ભરમાંથી આહિર સમાજના લોકો સમુહ લગ્નમાં જોડાઈ નવદંપત્તિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ જિલ્લા આહિર સમાજનો સાતમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો.
Advertisement