વડોદરાના અકોટા વિસ્તારમાં આજે બપોરે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને કારણે ભારે નાશ ભાગ મચી હતી અને 50 થી વધુ લોકોનો બચાવ થયો હતો. અકોટા ઊર્મિ ચાર રસ્તા નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં બીજા માટે આવેલી ચોલામંડલમ ફાઇનાન્સની ઓફિસમાં આજે બપોરના સમયે સર્વર રૂમમાં આગ લાગી હતી. પાણી ભરવા ગયેલા એક કર્મચારીનું ધ્યાન જતા તેણે ઓફિસમાં હાજર લોકોને એલર્ટ કર્યા હતા જેથી નાસભાગ મચી હતી. થોડીવારમાં આગ આખી ઓફિસમાં પ્રસરી કરી હતી જેથી ઓફિસમાં હાજર 50 થી વધુ લોકોનો બચાવ થયો હતો. આ પૈકી એક યુવક ટેરેસ પર ચડી જતા ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આગમાં ફર્નિચર, લેપટોપ, કમ્પ્યુટર, ફાઈલો વગેરે ખાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ધુમાડો બહાર કાઢવા માટે વેન્ટિલેશન કરવામાં આવ્યું હતું અને એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
Advertisement