ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિશ્વ પૃથ્વી દિવસની “આપણાં ગ્રહોમાં રોકાણ” થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ કાર્યક્રમ 22-એપ્રિલ-2023 નાં રોજ મનાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ અલગ અલગ પાત્રો ભજવીને વૃક્ષોનુ જતન કરવું, તેઓને કાપતાં અટકાવવા અને શક્ય તેટલાં નવાં વૃક્ષોનું રોપણ કરવું, તેનો સંદેશ આપતું એક નાટ્ય પ્રસ્તુત કર્યું. આ કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું અને ‘ઇન્ટરનેશનલ મધર અર્થ ડે ને લગતી કવિતા પણ બોલવામાં આવી.
આ દિવસનો હેતુ વિદ્યાર્થીઓને પૃથ્વીથી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જૈવવિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. તો પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો ઉદ્દેશ પણ છે. વિશ્વ પૃથ્વી દિવસ અંતર્ગત વર્ષ દરમિયાન વૃક્ષારોપણ, કચરો ઉપાડવો, સસ્ટેનેબલ લાઇફ (ટકાઉ જીવન) જીવવા માટે પ્રેરિત કરવા જેવા વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થાય છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ.
Advertisement