Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીમાં SOG ની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી

Share

અમરેલી શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ ઝડપાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી માર્ગદર્શન આપતા અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચના પી.આઈ. એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે માહિતી મળી કે, અમરેલી શહેરમાં રહેતા જેતુનબેન ઉર્ફે નજુબેન અબુશા ઓઠા, મોટા કસ્બાવાડ ગુદીયા ચોરા પાસે પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેડ કરતા એક મહિલાને ઝડપી પાડવામા પોલીસને સફળતા મળી છે. જોકે, બે આરોપીઓમાં (1) સોહિલ હારૂનભાઇ અગવાન, રહે.અમરેલી, બહારપરા, મંડોરા શેરી, તા.જિ.અમરેલી. (2) સમીર જમાલભઇ કુરેશી, રહે.અમરેલી, સંધી સોસાયટી, ઓપન જેલની પાછળ, તા.જિ.અમરેલી. પોલીસના હાથ લાગ્યા ન હતા. કબ્જે કરેલ મુદ્દામાલમાં
માદક પદાર્થ ભેજવાળો 2 કીલો 0.15 ગ્રામ કિ.રૂા.20,155/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂા.500/-મળી કુલ કિ.રૂા.20,650/- મુદામાલ સાથે ઝડપી પાડવામા આવ્યો મહિલાને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​

Advertisement

Share

Related posts

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી-આરોગ્યતંત્ર સજ્જ.

ProudOfGujarat

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ધારીખેડા ખાતે ત્રણ પ્રોજેકટનું લોકાર્પણ સમારંભ યોજાશે

ProudOfGujarat

નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!