Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદનાં નરોડા ગામ કોમી રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે

Share

ગુજરાતના અમદાવાદમાં નરોડા ગામના 2002 ના રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે. નરોડામાં વર્ષ 2002 માં થયેલા કોમી રમખાણમાં લઘુમતિ સમુદાયના 11 લોકોના મોત થયા હતા. રાજ્યના ભૂતપુર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની, બંજરંગ દળના નેતા બાબુ બજરંગી અને પુર્વ રાજ્ય VHP ના પ્રમુખ જગદીપ પટેલ ટ્રાયલનો સામનો કરી રેહલા 86 આરોપીઓમાં સામેલ છે. આ 86 આરોપીઓમાંથી 18 લોકોના મોત થઈ ગયા છે. આજે કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના નરોડા ગામમાં 28 મી ફેબ્રુઆરી 2002 ના રોજ રમખાણ થયા હતા અને આ હિંસામાં 11 જેટલા લોકોના મોત થયા હતા. આ કેસમાં કોર્ટે ગત અઠવાડિયે જ સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. વર્ષ 2010 માં શરુ થયેલી ટ્રાયલ દરમિયાન, પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી અને અંદાજે 13 વર્ષ સુધી ચાલી રહેલા આ કેસની સતત છ જજો દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

Advertisement

પ્રધાનમંત્રી મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન રાજ્ય સરકારના મંત્રી કોડનાનીને આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવીને 28 વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે બાદમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોડનાનીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. આ રમખાણ વર્ષ 2002માં થયેલા નવ મોટા કોમી રમખાણોમાંથી એક હતો અને આ કોસની તપાસ SIT દ્વારા કરવામાં આવી હતી.


Share

Related posts

અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે ખેડૂતોનો વિરોધ…

ProudOfGujarat

ઉમરપાડામાં યુવા સંગઠનને દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના PSI રતિલાલ વસાવાને સસ્પેન્ડ કરવા મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

આગામી તહેવારોને અનુલક્ષીને ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!