Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરિયાણામાં ચોખાના મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા ઘણા મજૂરો દટાયાની આશંકા

Share

હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કરનાલમાં આજે વહેલી સવારે એક ચોખાની મિલની ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ચાર મજૂરોના મોત થયા છે જ્યારે 20 થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

હરિયાણાના કરનાલના તરવાડીમાં આજે વહેલી સવારે શિવ શક્તિ નામની ચોખાની મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર મજૂરોના મોત થયા હતા જ્યારે 20 થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા મજૂરો સૂતા હતા. અનેક મજૂરો કાટમાળ નીચે દબાયાની આશંકા લગાવાઈ રહી છે.

Advertisement

આ દુર્ઘટનાની વધુ માહિતી મુજબ આ ચોખાના મિલની ત્રણ માળની ઇમારતમાં 200 જેટલા મજૂરો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢ્યા હતા. જોકે બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એસપી કરનાલ શશાંક કુમારે કહ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે વળતર આપવામાં આવશે. ગુમ થયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કમિટીના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કોલેજ પાસે તમામ એસ.ટી.બસોનુ કાયમી સ્ટોપેજ આપવા પ્રજાજનોની માંગ..

ProudOfGujarat

ભરૂચ : ચોરીની બે બાઈક સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

વિરમગામ પંથકમાં કુલ 354 મતદાન મથકો પર 300 થી વધુ દિવ્યાંગ મતદારોના સહાયક બન્યા આરોગ્ય કર્મચારીઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!