Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતની અધ્યક્ષતામાં G20 ની 100 મી બેઠક યોજાઈ

Share

વિશ્વનું સૌથી શક્તિશાળી આર્થિક જૂથ G20 છે. હાલમાં ભારત આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જૂથના અધ્યક્ષતાની જવાબદારી નિભાવી રહ્યું છે. ગઈકાલે ભારતની અધ્યક્ષતામાં G20 ની 100 મી બેઠક યોજાઈ હતી. વિદેશ મંત્રીલયના નિવેદન મુજબ આ બેઠક સુધીમાં વિવિધ 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ભારત 1 ડિસેમ્બર 2022 થી G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે. G20 ના અધ્યક્ષ તરીકે ભારતે ગઈકાલે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. જ્યારથી ભારતે આ જવાબદારી લીધી છે ત્યારથી તે આ જૂથ હેઠળ વિવિધ ક્ષેત્રો અને મુદ્દાઓ પર સતત બેઠકોનું આયોજન કરી રહ્યું છે. આ સાથે ભારતે G20 જૂથની તેની અધ્યક્ષતામાં બેઠકોની સદી પૂરી કરી લીધી છે.

Advertisement

ગઈકાલે વારાણસીમાં G20 ના બેનર હેઠળ સભ્ય દેશોના મુખ્ય કૃષિ વૈજ્ઞાનિકોની બેઠક યોજાઈ હતી. આ સાથે જ ભારતે G20 ના પ્રમુખપદમાં ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતની અધ્યક્ષતામાં આ જૂથની 100મી બેઠક હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ સિદ્ધિ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદન મુજબ અત્યાર સુધીમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 41 શહેરોમાં G20 ની 100 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતની અધ્યક્ષતામાં એક વર્ષ દરમિયાન કુલ 200 થી વધુ બેઠકો યોજાવાની છે. આ બેઠકો લગભગ 60 શહેરોમાં નિર્ધારિત છે. ભારત પ્રથમ વખત આટલા મોટા પાયા પર 200 થી વધુ બેઠકો માટે વિદેશી પ્રતિનિધિઓની યજમાની કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઈપણ G20 અધ્યક્ષતામાં આ સૌથી વધુ વ્યાપક ભૌગોલિક વિસ્તાર છે. અત્યાર સુધીમાં 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ G20 બેઠકોમાં ભાગ લીધો છે. તેમાં G20 સભ્યો, 9 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સામેલ છે.


Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

જામનગર બાર એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વકીલોને કરાશે રાશન કીટનું વિતરણ.

ProudOfGujarat

જન્માષ્ટમીના તહેવાર પર 6 દિવસ સુપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર બંધ રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!