માંગરોળ તાલુકાના વાંકલ ગામે બોરિયા ચોકડી પાસે આવેલ બળીયા બાપજીના મંદિરે ટાઢું ખાવા માટે ઉમટ્યા હતા. માન્યતા પ્રમાણે બાપદાદા વખતથી બળીયા બાપજીના મંદિરે જઈ પૂજા અર્ચના કરી ઠંડુ ખાવાની પ્રથા ચાલુ છે. મંદિરે જઈ પાણી, દૂધ, દહીંથી પૂજા અર્ચના કરે છે. આમ કરવાથી કુટુંબીજનોના શરીર પર કોઈ જાતના ચામડીના રોગો થતાં નથી એવી માન્યતા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement