નડિયાદ મિલ રોડ જૂની મિલ કમ્પાઉન્ડમાંથી ચાર દિવસ પૂર્વ શહેર પોલીસે બાતમી આધારે દરોડો પાડી બનાવટી હળદર મસાલા બનાવતી દેવ સ્પાઈસીસ નામની ફેક્ટરીના સંચાલક પંકજ ટહેલ્યાણી અને અમિત ટહેલ્યાણી મંજીપુરા ખાતે આવેલ સંત કવર સોસાયટીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા નડિયાદ તાલુકાના કમળા ખાતે આવેલ સદગુરુ સેલ્સ કોર્પોરેશન ફેક્ટરી માંથી પોલીસે બનાવટી તથા બિન આરોગ્યપ્રાસ મસાલા બનાવવા વપરાતા કણકી પાવડર, ચોખાને ઓઈલમાં મિક્સ કરેલ કણકી વિગેરે મળી લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરીયો હતો. આ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે સંચાલક ચેતન ગોરધનભાઈ ટહેલ્યાણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.
આ ત્રણે કંપનીના સંચાલકો પંકજ ટહેલ્યાણી, અમિત ટહેલ્યાણી તથા ચેતનભાઇ ટહેલ્યાણી કોઈપણ પ્રકારના બિલ વગર સ્થાનિક વેપારીઓને તેમજ ગ્રાહકોને માલ વેચી માનવ જિંદગી સાથે છેતરપિંડી કરી હાનિકારક મસાલા વેચતા હતા. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ મસાલા વેચતા વેપારીઓની દુકાનો પર દરોડા પાડવામાં આવે તો ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા કરના દુકાનદારોનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સહેવાઇ રહી છે. જેમાં મોટાભાગના વેપારીઓએ આ ત્રણ કંપની પર દરોડો પડતા માલ સગેવગે કરી દીધો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. આ સંદર્ભે શહેર પોલીસે પંકજ ટહેલ્યાણી તથા અમિત ટહેલ્યાણીની અટકાયત કરી ગુરુવારે બપોરે કોર્ટમાં રજુ કરતા કોર્ટે સોમવાર બપોર સુધીના રિમાંડ મજુર કર્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે રુલર પોલીસે સદગુરુ સેલ્સ ના સંચાલક ચેતન ગોરધનભાઈ ટહેલ્યાણી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.