અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ- અંબુજા સિમેન્ટ તથા એસીસીને ટીઆરએસ રિસર્ચ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2023 માં સતત બીજા વર્ષે ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ તરીકે માન્યતા મળી છે. અંબુજા સિમેન્ટ તથા એસીસી-એ ટોચની બે સિમેન્ટ બ્રાન્ડમાં સ્થાન પામવા ઉપરાંત રિપોર્ટની ઉત્પાદન શ્રેણીમાં ટોચની ત્રણ બ્રાન્ડમાં પણ સ્થાન મેળવ્યું છે.
ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટમાં ભારતની સૌથી વિશ્વસનીય 1000 બ્રાન્ડ વિશે મૂલ્યવાન વિગતો આપવામાં આવે છે. આ વર્ષના સૌથી અગત્યનાં તારણો પૈકી એક તારણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં પારદર્શિતા તથા સામાજિક જવાદારીનો સમાવેશ થાય છે. આ ક્રમમાં ‘ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સ 2023’ ના સર્વગ્રાહી રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ તથા એસીસીએ અનુક્રમે 91 તથા 115 નું પ્રભાવશાળી રેન્કિંગ હાંસલ કર્યું છે. રેન્કિંગમાં આ નોંધપાત્ર સુધારો છે કેમ કે ગયા વર્ષના આ રિપોર્ટમાં બંનેનું રેન્કિંગ અનુક્રમે 246 અને 341 હતું.
આ કંપનીઓ ભારતની સૌથી અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ બનવાનું કારણ એ છે કે ગ્રાહકોની જરૂરિયાત કરતાં વધુ આપવા માટે તેમજ સરળ અને નવા બિલ્ડિંગ સોલ્યુશન્સ આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. અંબુજા સિમેન્ટ તથા એસીસીએ હંમેશાં ગ્રાહકોને કેન્દ્રમાં રાખ્યા છે અને લો-કાર્બન તથા ટકાઉ સોલ્યુશન્સ પ્રદાન કરીને એક ઔદ્યોગિક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે.
કંપનીના સિમેન્ટ બિઝનેસના સીઈઓ અજય કપુરે જણાવ્યું કે, “ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ તરીકે માન્યતા મળતા અમે રોમાંચિત છીએ. આ માન્યતા અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદન તથા સેવાઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને સાબિત કરે છે. તેને કારણે બાંધકામ ઉદ્યોગની સતત વધી રહેલી માંગને પહોંચી વળવા માટે અમારા ઉત્પાદનમાં નવીનતા અને સુધારા કરવા માટે અમને પ્રેરિત કરે છે. અમારા ગ્રાહકોએ દાખવેલા વિશ્વાસ અને સપોર્ટ બદલ તેમનો આભાર માનીએ છીએ, જેને કારણે જ આ માન્યતા મળી છે. અમને વિશ્વાસ છે કે ગુણવત્તા અને ગ્રાહકોના સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને કારણે સિમેન્ટ ઉદ્યોગમાં અમે સતત અગ્રેસર રહીશું.”
ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2023નો આધાર બ્રાન્ડ ટ્રસ્ટ મેટ્રિક્ષ વિશે કરવામાં આવેલા સર્વગ્રાહી મૂળભૂત સંશોધન ઉપર છે જેમાં ખાનગી માલિકીની બ્રાન્ડ્સની વિશ્વસનીયતા ચકાસવામાં આવે છે. આ રિપોર્ટ અગ્રણી ભારતીય તેમજ વૈશ્વિક સંગઠનોને ગ્રાહકોના મૂલ્યવાન અભિપ્રાય પૂરા પાડવામાં આવે છે, જેને આધારે કંપનીઓ આ ઝડપથી બદલાતા સમયમાં પોતાની બ્રાન્ડના વ્યાપ તથા પ્રસ્તુતતામાં સુધારો કરી શકે છે