:::-આ દરગાહ ની કરામત એ છે કે જેને વારંવાર તાવ આવતો હોય અને જેના કાન માંથી રસી નીકળતી હોય તેમજ ગુમડા થતા હોય તેવા લોકો અહીંયા બાધા રાખે છે અને તેઓની તકલીફો પૂર્ણ થાય છે તેવી માન્યતા છે .
અલ્હાજ પૂર-અરબસ્તાન થી બાવા ઝૂલનશાહ પીર આવ્યા હતા જેઓ નું મજાર ભરૂચ ના ચાવજ ગામ ખાતે આજે પણ આસ્થા નું પ્રતીક છે ગત રોજ હજરત ઝૂલનશાહ બાવા ના ઉર્સ શરીફ ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં હિન્દૂ મુસ્લીમ બિરાદરો ઉપસ્થીત રહ્યા હતા