Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા પાસે મેડિકલ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

Share

ખેડાના હરીયાળા પાસે બારેજા આંખની હોસ્પિટલની મેડિકલ વાનને અકસ્માત નડ્યો છે. નંબર વગરના ડમ્પરે મેડીકલ ઈકો વાનને ટક્કર મારતાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ૩ વ્યક્તિઓ ઘાયલ થયા છે.

ખેડા પંથકના હરીયાળા ગામની સીમમાં આજે બુધવારે સવારે બારેજા થી ખેડા તરફ આવતી મેડીકલ ઈકો વાન ને અકસ્માત નડયો છે. પુરપાટે આવતાં નંબર વગરના ડમ્પરે  કારને ટક્કર મારી હતી. જેના કારણે કારના આગળના ભાગને નુકશાન થયું હતું. કારમાં બેઠેલા ૪ જેટલા વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ૩ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેડીકલ વાન બારેજા ખાતે આવેલ આંખની હોસ્પિટલની છે અને તેઓ કેમ્પ અર્થે જતાં અકસ્માત નડ્યો હતો. જ્યારે મરણજનાર વ્યક્તિનું નામ રોહિતભાઈ રાવત (ઉ.વ.૨૫) હોવાનું જાણવા મળ્યું છે. ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

કોર્પોરેટ જગતનું રૂ. 22.842 કરોડનું કૌભાંડ આખરે એબીજી ના કર્મચારીઓને તેમના હકના નાણાં ક્યારે મળશે ???

ProudOfGujarat

માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!