આઈપીએલની ટી-૨૦ મેચ પર ક્રીકેટ સટ્ટો રમતા બે યુવકને ક્રાઈમબ્રાંચ અને ઘાટલોડીયા પોલીસે રવિવારે રાત્રે ઝડપી લીધા હતા. બંને યુવક પાસેથી બે મોબાઈલ ફોન તેમજ એક એક્ટિવા કબ્જે લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
ક્રાઈમબ્રાંચ અને વસ્ત્રાપુર પોલીસે બે આરોપીને ઝડપી બે મોબાઈલ ફોન અને એક્ટિવા જપ્ત કર્યું
ક્રાઈમબ્રાંચે બાતમી આધારે વસ્ત્રાપુર જે.બી.ટાવર પાસેથી ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતા સુરતના યુવક અકીલ શોએબભાઈ કાસમાની (ઉં,૨૯)ને ઝડપી લીધો હતો. યુવક પોતાના ફોનમાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટાના ભાવો જાણી આગળ સોદા લખાવતો હતો. અન્ય બનાવમાં ઘાટલોડીયા પોલીસે બાતમી આધારે મેમનગર વિસ્તારમાં મેપલ ટ્રી પાસે નીકિતા ગાર્ડન પાસે જાહેરમાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતા જયદીપ દિનેશભાઈ દેસાઈ (ઉં,૨૩)ને ઝડપ્યો હતો. પોલીસને જયદીપના ફોનમાંથી ૧૧સ્ટારએક્સ.કોમ નામની લીંક મળી આવી હતી. પોલીસ તપાસમાં જયદીપે સર્ચ એન્જીન મારફતે પોતાના મોબાઈલ ફોનમાં લીંકમાં પોતાનું આઈડી ખોલ્યું હોવાનું જણાવ્યું હતું. જયદીપ નંબર પ્લેટ વગરના એક્ટિવા પર બેઠો હતો. પોલીસે એક્ટિવા અને આઈફોન બંને મળીને કુલ રૂ.૪૫ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.