Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ઝગડિયાની પેપ્સિકો કંપની ની કામદારના મૃત્યુ સંદર્ભે કોર્ટમા પેશી ફેક્ટરી એક્તના ભંગ બદલ ઝગડીયા કોર્ટમા સુનાવણી ઓગષ્ટ માસમા લાપરવાહીના કારણે મૃત્યુ નીપજ્યુ હતુ.

Share

ઝગડિયા સ્થિત પેપ્સીકો ઇન્ડિયા કંપની સામે એક કામદારના મૃત્યુ બદલ થયેલી ફરિયાદ સંદર્ભે કોર્ટમાં તા.૬ નાં રોજ પેશી હતી.

મળતી માહિતી અનુસાર ગત તારીખ ૨૫ ઓગષ્ટ, ૨૦૧૭ નાં રોજ પેપ્સીકો કંપનીમાં ઇન્કોર્પોરેટ કોન્ટ્રાકટર હેઠળ કોન્ટ્રાકટ પર કામ કરતા ૨૮ વર્ષીય લેબર શ્યામબાબુ પરમાનંદ રાય કંપનીના યુટીલીટી બિલ્ડીંગની છત પર ટ્રાન્સપરન્ટ ફાઇબર શીટ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા તે સમયે અંદાજે ૬ મીટરની ઉંચાઇથી તેઓ નીચે પછડાતા તેમના માથામા તથા શરીરનાં અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પંહોચી હતી. વિવિધ હોસ્પીટલમા સારવાર બાદ તા.૨૬ મીના રોજ તેમનુ મૃત્યુ નીપજ્યુ હતુ. આ ઘટના બાદ ઇન્ડસટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ભરૂચ દ્વારા કંપનીના સ્થળ તપાસ અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મૃતક શ્યામબાબુ રાયને આ કામગીરી અંગે કોઇપણ પ્રકારની તાલિમ આપવામા આવી ન હતી. આ ઉપરાંત ઉંચાઇ પર કામ કરતા કામદારને સેફ્ટી બેલ્ટ પહેરીને કામ કરવાનુ હોવા છતા શ્યામબાબુને સુરક્ષા માટે એ સાધન અપાયુ ના હતુ. વળી, આવી કામગીરી દરમ્યાન સુપરવાઇઝરની સતત દેખરેખ હોવી જોઇએ જેની તકેદારી પણ કંપની દ્વારા લેવાઇ ન હતી. આમ કંપની દ્વારા ફેક્ટરી એક્ટ – ૧૯૪૮ ની કલમ ૯ – એ(૨)(અ)નો ભંગ કર્યો હોવાનુ ફેક્ટી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામા આવ્યુ હતુ.

Advertisement

દરમ્યાન ઘટના અંગે ફરીયાદ ઝગડીયા કોર્ટમા આ અંગે તા. ૬ ના સાંજે સુનાવણી હાથ ધરાઇ હતી. આ અંગે જો કે કંપનીનાં વ્યવસ્થાપકોનો સંપર્ક સાધતા તેઓએ કોઇ ઉત્તર આપ્યો ન હોય પેપ્સિકો જેવી મલ્ટીનેશનલ કંપની જ જો કામદારોની સુરક્ષા અંગે લાપરવાહી દાખવે તો અન્ય પાસેથી શું અપેક્ષા રાખવી ? પેપ્સિકોને દષ્ટાંત રૂપ દંડ થાય એવી પણ કામદાર જગતમા માંગ ઉઠી રહી છે.


Share

Related posts

અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ વધુ એક યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ત્રણ ઘટનાઓમાં બે ના મોત.

ProudOfGujarat

વડોદરાના વેજપુરમાં 100 ફૂટ ઉંડા કૂવામાં પડેલી ભેંસને બચાવવા જતા યુવાને ગુમાવ્યો જીવ.

ProudOfGujarat
error: Content is protected !!