રાજપીપળા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના અને નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે રાજપીપળા શહેરની પ્લાસ્ટિકનું વેચાણ કરતી અને પ્લાસ્ટિક વાપરતી તમામ દુકાનો ઉપર આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પરથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા એ જપ્ત કરી વેપારી પાસે દંડ વસુલ કરતા ફફડાટ ફેલાયો હતો.
50 માઈક્રોનથી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય તેનાથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા અમુક વેપારીઓને ત્યાં અગાઉ પાલિકાની ટીમે આ રીતે સરપ્રાઈઝ ચેકીંગ કરી કડક સૂચના આપી હતી. છતાં આ પૈકી કેટલાક વેપારીઓ 50 માઇક્રોનથી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોવાથી પાલિકા ટીમે અચાનક ચેકીંગ હાથ ધર્યું. જેમાં કેટલાક વેપારીઓને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો 10 કિલો જેવો જથ્થો જપ્ત કરી રૂ. 3200 નો દંડ વસૂલ કરતા નિયમનું પાલન ન કરતા વેપારીઓમાં પાલિકા દ્વારા કરાયેલી કડક કાર્યવાહીથી ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો. અગાઉ પણ ઘણા કિલો થેલી ઝડપાઈ હતીને દંડ પણ વસૂલ કરાયો હતો, પણ વેપારીને ગ્રાહક બને ના સમજતા નગરપાલિકાનું સાધન ચેકીંગ ચાલુ કરી દેવાયું. જોકે ગ્રાહકો પણ બજારમાં જો વસ્તુ પ્લાસ્ટિકમાં લઇને જતા હોય તો દંડ કરવા જરૂરી બન્યા છે. કેમકે ગ્રાહકો થેલી લઈને આવતા નથી અને વેપારીઓએ ગ્રાહકો સાચવવા સિંગલયુઝ પ્લાસ્ટિક નાછૂટકે રાખવું પડે છે.
દીપક જગતાપ, રાજપીપલા