ઉમરપાડા તાલુકાના વક્રાંત આંબા ગામની સીમ માંથી સોલાર સબમર્સીબલ મોટરની ચોરી કરનારા ચાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વક્રાંત આંબા ગામના ખેડૂત મગનભાઈ સિંગાભાઈ વસાવાના ખેતરમાં આવેલ કુવામાંથી સોલર સબમર્સીબલ મોટર અને વાયરની ચોરી થઈ હતી જેથી તેમણે ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ઉચ્ચ અધિકારીની સુચનાઓથી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતા પો.સ.ઇ બી.એસ ગામીત અને હે. કો.રણજીતભાઈ ભંગિયાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે ચોરી થયેલ મોટર જુમાવાડી ગામના વડ ફળિયામાં રહેતા જેઠીયાભાઈ ગમાભાઈ વસાવાના ઘરે છે જેના આધારે પોલીસ કર્મચારીઓ હે.કો. પ્રફુલભાઈ સાકરભાઇ,નો.પો.કો. ધર્મેશભાઈ દિનેશભાઈ,પો.કો. સુરેશભાઈ માનસિંગ,પો.કો. ગોપાલભાઈ ભગતભાઈ વગેરેની ટીમે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા સોલર મોટર, થ્રી ફેઝ વાયર સહીત કુલ ₹35,000 નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો સાથે આરોપીઓ દીપકભાઈ જેઠીયાભાઈ વસાવા, હિતેશભાઈ નરપતભાઈ વસાવા, વિશાલભાઈ નરપતભાઈ વસાવા, વિજયભાઈ નરપતભાઈ વસાવા તમામ રહે. જુમાવાડી ગામ તાલુકો ઉમરપાડા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ