સુરત ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં ગઈ તા.૮/૧/૨૦૨૩ ના રોજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે ઇસમ ફિરોજ ઉર્ફે કાણીયો અન્સારી નામના ઈસમની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જે અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 143, 147, 148, 149 120B તથા G.P.ACT કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
આ મર્ડરના ગુનામાં ડીંડોલી પોલીસે અગાઉ ૦૯ આરોપીને ઝડપી પાડેલ હતા અને મુખ્ય આરોપી અરમાન ઉર્ફે ચોટલી અખ્તરખાન પઠાણ પોતાની ધરપકડ ટાળવા છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો, જે બાદ પોલીસને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભેસ્તાન આવાસમાં ફિરોજ કાણીયાના મર્ડર કેસનો મુખ્ય આરોપી અરમાન ઉર્ફે ચોટલી અખ્તરખાન પઠાણ પોતાની ધરપકડ ટાળવા પોતાના વતન ઉત્તરપ્રદેશ નાસી ગયેલ અને હાલમાં સુરત ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે આવેલ છે. જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ કોર્ડન કરી આરોપી અરમાન ચોટલીને ઝડપી પાડયો હતો.