Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : હનુમાન જયંતી નિમિત્તે  મંદિરોમાં અન્નકૂટ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યા

Share

ખેડા જિલ્લામાં ગુરુવારના રોજ હનુમાનજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ છે. દાદાના દર્શન કરવા હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું વહેલી સવારથી જ  ઉમટ્યું છે. જિલ્લાના પ્રાચીન હનુમાનજી મંદિરો કે જ્યાં સ્વયંભૂ દાદા પ્રગટ થયેલા અને આજે પણ તે હાજરાહજૂર રહી ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે તેવા મંદિરમાં ભક્તોએ શ્રધ્ધા સાથે દર્શન કર્યા છે. આ દિવસે હનુમાનજીના મંદિરોમાં પૂજા, પાઠ, ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું  છે.

નડિયાદ સહિત જિલ્લામાં આજે આસ્થા અને શ્રદ્ધા સાથે હનુમાન દાદાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. વહેલી સવારે મંદિરના શિખર પર ધજા આરોહણ સાથે દાદાને શણગાર કરાયો હતો. આ બાદ અન્નકૂટ તેમજ બપોરે મહાઆરતી અને સમગ્ર દિવસ દરમિયાન હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નડિયાદ શહેરમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર, બાલા હનુમાન મંદિર, કોકરણ હનુમાનજી મંદિર, કષ્ટભંજન હનુમાનજી મંદિર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અને સમગ્ર જિલ્લાના હનુમાનજી મંદિરોમાં મહાપૂજા આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમા આવેલ હનુમાનજીના દરેક મંદિર અને દેરી ઉપર મંડપ બાંધીને રોશનીથી શણગારવામા આવ્યા છે. તેમજ દરેક મંદિરે હવન, બટુક ભોજન, સુંદરકાંડ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ખેડા, કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર, વસો, માતર, કઠલાલ સહિતના વિસ્તારોમાં આ પ્રસંગની ઉજવણી હનુમાન મંદિરોમા કરવામાં આવી રહી છે. આમ સમગ્ર જિલ્લામાં આસ્થા અને શ્રદ્ધાથી હનુમાન દાદાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન રમણ મૂળજી ની વાડી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતુ.

ProudOfGujarat

વડોદરા : આવાસનો મામલો ગરમાયો, કલ્યાણ નગરની મહિલાઓનો પાણીની ટાંકી પર ચઢી અનોખો વિરોધ.

ProudOfGujarat

જામકુઈથી પિચણવણ તરફ જતો રસ્તો ઑક્ટોબર 2020 થી હાલમાં પણ અધુરો છોડવામાં આવ્યાંના પર્દાફાશ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!