ગતરોજ રોજ દહેજના ટાવર પાસે ગટર સાફ કરવા ઉતારેલ ત્રણ સફાઈ કામદારના મોતના મામલામાં સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ સામે મનુષ્ય વધ સહિતનો ગુનો નોંધાવવા પામ્યો છે જયારે તલાટી ક્રમ મંત્રીને ફરજ મોકૂફ કરવામાં આવતા હાલ આ બનાવ અંગે તંત્ર દ્વારા તાકીદના ધોરણે પગલા લેવામાં આવ્યાં હતાં.
મૂળ ઝાલોદના અને હાલ દહેજ ગ્રામ પંચાયતના રૂમમાં રહેતા રમીલાબેન અનીપ પરમાર ગતરોજ સવારે પોતાના રૂમ પર હતા તે દરમિયાન ગામના સરપંચ જયદીપસિંહ રણા અને ડેપ્યુટી સરપંચના પતિ મહેશ ગોહિલએ ગલસિંગ વીરસીંગ મુનિયાને ગામની નવી નગરીની ગટર સાફ સફાઈ કરવાનું કહ્યું હતું.
સત્તાધીશોએ કામદારોને સુરક્ષાના સાધનો આપ્યા વિના ડ્રેનેજ કામગીરી માટે મોકલી આપ્યા હતા મહિલાના પતિ અનીપ જાલુ પરમાર અને ગલસિંગ વીરસીંગ મુનિયા, પરેશ ખુમસંગ કટારા તેમજ ભાવેશ ખુમસંગ કટારા અને જીગ્નેશ અરવિંદ પરમાર સાથે ટાવર નવી નગરી પાસે 20 ફૂટ જેટલી ઊંડી અત્યંત દુર્ગંધ મારતી ડ્રેનેજ સાફ કરવા અંદર ઉતર્યા હતા કોઈપણ સુરક્ષાના સાધનો કે સેફટી વિના સફાઈ કરી રહેલ કામદારો ગૂગળાઇને તરફડીયા મારવા લાગતા બહાર ઉભેલ ભાવેશ ખુમસંગ કટારા અને જીગ્નેશ અરવિંદ પરમારે બુમરાણ મચાવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમ છતાં ત્રણ સફાઈ કામદારોના મોત નીપજ્યા હતા, જે અંગે દહેજ પોલીસ મથક ખાતે ફરીયાદ નોધાવામાં આવી છે. દુર્ઘટનાની તપાસ SCST સેલના DYSP આર.આર. સરવૈયા ચલાવી રહ્યાં છે. જ્યારે ફરજમાં બેદરકારી, નિષ્ક્રિયતા, શિથિલતા, ગફલત દાખવી 3 વ્યક્તિના મોતના કારણ બનેલા દહેજના તલાટી કમ મંત્રી રજનીકાંત સવજીભાઈ મનાતને ભરૂચ ડે. DDO એ.વી. ડાંગીએ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધા છે. ફરજ મોકૂફ તલાટીને હાંસોટ પંચાયત ખાતે મુખ્ય મથકે 50 % પગાર અને અન્ય શરતોને આધીન મૂકી તપાસ શરૂ કરાઇ છે.