Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

૧૦ થી ૧૫ ટકાનો ફીમાં વધારો CBSE દ્વારા

Share

ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલાં શાળાઓની ફી નિયમન મુદ્દે ચૂકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવીને ફી વસૂલી શકશે નહીં. આ કાયદાને લઈને સરકાર દ્વારા પણ સકારાત્મકતા દર્શાવવામાં આવી હતી અને સરકારે હાઈકોર્ટના આ નિર્ણયને આવકારો આપ્યો હતો.

પરંતુ આમ છતાં સીબીએસઈ અકિલા દ્વારા શાળાની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. સીબીએસઈ દ્વારા શૈક્ષણીક સત્ર ૨૦૧૮-૧૯ માટે ફીના માળખાની જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટનો આદેશ હોવા છતાં સીબીએસઈ દ્વારા ફીમાં ૧૦ થી ૧૫ ટકાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે નવા શૈક્ષણિક સત્રમાં વાલીઓને ૧૮ હજારથી લઈને ૪૧ હજાર રૂપીયા સુધીની ફી શાળામાં ભરવી પડશે.

Advertisement

મહત્વનું છે કે સીબીએસઈ દ્વારા ફી અંગેનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે તેમાં એફઆરસીની મંજૂરી પણ લેવામાં આવી નથી. હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવા છતા પણ સીબીએસઈ દ્વારા કરાયેલા ધરખમ ફી વધારાને લઈને વાલીઓ ચોક્કસ મુશ્કેલીમાં મુકાશે તે વાત સત્ય છે. મહત્વનું છે હાઈકોર્ટના આદેશ બાદ કેટલાક વાલી મંડળોએ પોતાનો વિરોધ વ્યકત કરતા જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા ફીના માળખા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે વાલી મંડળો દ્વારા માંગણી કરાઈ હતી કે હાઈકોર્ટ દ્વારા ફીના માળખાને લઈને યોગ્ય નિર્ણય આપવામાં આવે. ત્યારે સીબીએસઈ દ્વારા જે ફી વધારો કરાયો છે તેને લઈને પણ વાલીઓનો અસંતોષ વધશે તે વાત ચોક્કસ છે.

સૌજન્ય(અકિલા)


Share

Related posts

અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ દ્વારા 99 વર્ષના નિવૃત શિક્ષિકાનું સન્માન કરાયું

ProudOfGujarat

આર્ગસ્ત ભારત વર્ષ સંસ્થા દ્વારા આર્ગસ્ત અભિગમ 2023 કાર્યક્રમનું આયોજન કરાયું

ProudOfGujarat

શહેરાના લાભી ગામે રોડ ઉપર રેલીંગ ન હોવાને કારણે હોનારતનો ભય સતાવી રહ્યો છે.

ProudOfGujarat
error: Content is protected !!