Proud of Gujarat
FeaturedGujaratINDIA

કઠોરમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

Share

કઠોર ગામે જૈનોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનના 2621 મા વર્ષના જન્મદિવસ શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારત સહિત વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે કઠોર જૈન સંઘમાં ભગવાન મહાવીરનો જન્મ દિવસની વિજય શાહ આગેવાનીમાં સમગ્ર જૈન સંઘ દ્વારા ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ભવ્યાતિભવ્ય ભગવાનની શોભાયાત્રા કઠોરના બજાર વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ દેરાસરમાં ભગવાનના જન્મ નિમિત્તે સ્નાન પૂજા અને ભગવાનનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું અને પધારનાર દરેક ભાવિકો માટે સ્વામી વાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરેલ હતું. દેરાસરને ભવ્ય આંગીથી શણગારી રંગોળી પૂરવામાં આવી હતી.
મેહુલ શાહે જણાવ્યું હતું કે મહાવીર જયંતિ ઉજવવા પાછળનું મહત્વનું કારણ એ છે કે જીવો અને જીવવા દો તેમજ અહિંસા પરમો ધર્મ આ બે મુખ્ય ભગવાન મહાવીરના સંદેશા અમે ઘર ઘર સુધી પહોંચાડવા માંગીએ છીએ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો

ProudOfGujarat

ભરૂચથી કોસંબા જતા હાઈવે પર ગેરકાયદેસર કેમિકલ વગે કરવાનાં વધતા જતા બનાવો…જાણો વધુ.

ProudOfGujarat

વડોદરા : પારૂલ યુનિવર્સિટીમાં ઓનલાઈન શિક્ષણના મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!