Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર યુનિવર્સિટીનું બી કોમ. સેમે-6 ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાનો દાવો

Share

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે. પરીક્ષા શરૂ થતા પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જેને લઈ યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ હતી.

આ ઘટના અંગે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાવનગર યુનિવર્સિટીમાં શનિવારે બી.કોમ સેમેસ્ટર 6 નું પ્રશ્નપત્ર હતું. એકાઉન્ટ વિષયનું પેપર હતું. આ પેપર શરૂ થવાનો સમય બપોરે 3:30 થી 6 કલાકનો હતો. જોકે, પરીક્ષા શરૂ થતા પહેલા 3:12 મિનિટે તે પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જે પેપર વાયરલ થયું હતું તે પેપર જ પરીક્ષામાં પુછાયું હતું. વાયરલ પેપરને ક્રોસ ચેક કરતા તેનાથી ભળતુ પેપર હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

યુવરાજસિંહે કહ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓના એકબીજા ગ્રુપમાં સોશિયલ મીડિયા મારફતે આ પેપર ફરતું થયું હતું તે જ પેપર પરીક્ષામાં પૂછ્યું હતું. આ બાબતે તેમની પાસે પુરાવા પણ છે. તપાસમાં પોતે સહયોગ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પેપર જે સોશિયલ મીડિયામાં વાયરલ હતું અને જે વાસ્તવિક પરીક્ષામાં પેપર લેવામાં આવ્યું હતું તે બંનેને ચેક કરતા સેમ પેપર હતું. આથી કહી શકાય કે પેપર લીક થયું છે, આ અંગે મુખ્યમંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય સુધી આ વાત પહોંચાડી છે.


Share

Related posts

કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે ઓલ ઇન્ડિયા ડિફેન્સની ત્રિદિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ.

ProudOfGujarat

બેન્ક ઓફ બરોડા ના 117 સ્થાપના દિવસની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઇ બેંકના અધિકારીઓ અને આગેવાની હાજરીમાં કેક કાપી ઉજવણી કરાઈ

ProudOfGujarat

કરજણના વલણ ગામે ટીકિકા અકેડમીનાં 13 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!