માંગરોળ તાલુકાના કંસાલી અને વેરાકુઈ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે 1,77 કરોડ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કંસાલી ગામથી આમખૂટા ગામને જોડતો નવો માર્ગ રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ કરાયો હતો તેમજ કંસાલી ગામે ગામથી સ્મશાન સુધીનો માર્ગ ₹52 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું આ બંનેઓ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ હરેન્દ્રભાઇ ગામીત તેમજ આગેવાનોએ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ સાથે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. વેરાકુઈ ગામના બાડી બેડી ફળિયાથી ડુંગર પર આવેલ દત્તાત્રય ભગવાનના મંદિર સુધીનો માર્ગ ₹40 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ વેરાકુઈ ગામમાં સરકારી દવાખાનામાં રૂપિયા 5 લાખનો સેડ અને જલારામ મંદિરે ₹5 લાખના પેવર બ્લોકનું કામ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિબેન મેસુરીયા, ડો. યુવરાજસિંહ સોનારીયા, ઈદરીશભાઈ મલેક,મુકુંદભાઈ પટેલ, મહેશભાઈ ગામીત, સરપંચ કરમાભાઈ ગામીત, કન્સાલીના સરપંચ હરેન્દ્ર ગામીત સહીત કંસાલી અને વેરાકુઈના ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : કંસાલી અને વેરાકુઈ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું.
Advertisement