સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપસિંહ વસાવાના વરદહસ્તે, કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત કેવડી ગામે કસ્તુરબા આશ્રમ શાળા બિલ્ડીંગના કામનું લોકાર્પણ રૂા.૫૯.૦૦ લાખ, કેવડી ગામે કસ્તુરબા ઉ.બુ. કન્યા છાત્રાલય બિલ્ડીંગનું કામનું લોકાર્પણ રૂા.૨૯.૦૦ લાખ, કેવડી ગામે કસ્તુરબા ઉચ્ચતર બુનિયાદી બિલ્ડીંગના કામનું ખાતમુહુર્ત રૂા.૨૯.૦૦ લાખ, આમ કુલ રૂા.૧.૧૭ કરોડના બિલ્ડીંગના લોકાર્પણ ખાતમુહુર્તના કાર્યો થતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે.
આ પ્રસંગે પૂર્વમંત્રી અને મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા, ટ્રસ્ટી મંડળના સભ્યો, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી સામસિંગભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યય રાજેન્દ્રભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દરીયાબેન વસાવા, ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીષભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા તથા તાલુકા પંચાયતના સદસ્યો, આચાર્યો, શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ, કાર્યકર્તા તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ