ભરૂચ શહેરમાં જોવા જઈએ તો વધતા જતા વાહનોની સંખ્યા સામે પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ કહેવાઈ રહ્યું છે, તો બીજી તરફ પાર્કિંગના નામે ચાર્જ વસુલાતનો વ્યવસાય પણ હવે ધીમેધીમે વિકસિત બની રહ્યો છે, ખાસ કરી ભરૂચના હાઇવે વિસ્તારોને અડીને આવેલ સ્થળો એ આ પ્રકારની પાર્કિંગ ચાર્જ વસુલાતનો વ્યવસાય જોવા મળતા હોય છે, જ્યાં કંપનીઓમાં કામ કરવા જતા લોકો પોતાનું વાહન પાર્ક કરી ચાર્જ ના ચૂકવણા કરી પોતાના કામ ધંધે જઈ રહ્યા છે.
ભરૂચના બાયપાસ ચોકડી, શ્રવણ ચોકડી જેવા વિસ્તારોમાં જ્યાં બ્રિજ નીચે બાઈકો પાર્ક કરવામાં આવી રહી છે, તો બીજી તરફ દહેગામ ચોકડી વિસ્તારથી માટલીવાલા સ્કૂલ તરફ જવાનાં માર્ગ પર એક ખાનગી પ્લોટમાં પાર્કિંગ બનાવી ત્યાં વ્યવસાય કરવામાં આવી રહ્યો છે, જોકે આ પ્લોટમાં વાહનોની સંખ્યા વધુ થઈ જતા હવે પાર્કિંગ માટે જાહેર માર્ગ પર જ વાહનો મૂકી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે રાહદારીઓ માટે ફૂટપાટની જગ્યા ન વધી હોય આખરે ત્યાંથી પસાર થતા પગદંડી લોકોએ રસ્તા વચ્ચેથી ચાલી જવુ પડતું હોય છે, જેને લઈ કેટલીક અકસ્માત સહિત વાહનની ટક્કર લાગી જવી જેવી અનેક ઘટનાઓ સર્જાતી હોય છે.
ભરૂચ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ મામલે સ્થળ તપાસ કરી આ પ્રકારે જાહેર માર્ગો ઉપર જ પાર્કિંગ કરાવી અથવા બ્રિજ નીચે વાહનો પાર્ક કરાવી ચાલતા ગેરકાયદેસર રીતે કથિત પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાના વ્યવસાયની તપાસ કરવી ખુબ જ જરૂરી જણાઈ રહી છે, આખરે આ પ્રકારે જાહેર માર્ગો પર વાહન પાર્ક કરાવી ટ્રાફિકને અડચણ તેમજ લોકોના જીવ જોખમમાં મુકવાની કામગીરી કરતા ઈસમો પાસે અડી જઈ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ટાતી જરૂર જણાઈ રહી છે.
– પાર્કિંગ ચાર્જ વસુલાત કરતા ઈસમોએ શું તંત્રના ચોપડે નોંધ લેવડાવી છે..?
ભરૂચમાં કેટલાક સ્થળે પાર્કિંગ ચાર્જ વસુલાતનો વ્યવસાય ફૂલી ફાલી રહ્યો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, તેવામાં આ પ્રકારે વાહનો પાર્ક કરાવી તેઓને રસીદ સ્વરૂપે અપાતી ચિઠ્ઠીઓ જેવી બાબતની શું તંત્રના ચોપડે અથવા જીએસટી વિભાગના ચોપડે આ બાબતની કોઈ સત્તાવાર નોંધ છે કે કેમ અથવા વ્યવસાય કરતા ઈસમોએ કોઈ પ્રકારની પરવાનગી મેળવી છે કે કેમ..? તે તમામ બાબતો હાલ ચર્ચાનું કેન્દ્ર બનતા મામલે તપાસ કરવી જરૂરી જણાઈ છે.
– બાયપાસ ચોકડી વિસ્તામાં વાહન પાર્ક કરવા અને લારીઓ મુકવા જેવી બાબતે પણ ચાલે છે હપ્તા રાજ સિસ્ટમ..?
ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં કેટલાક વાહનો મૂકી વ્યવસાય કરવા અથવા લારીઓ મૂકી વ્યવસાય કરવાની બાબતે પણ કેટલાક રૂપિયા વચેટિયા ઓને આપવા પડતા હોવાની કથિત રીતે બુમ ઉઠી રહી છે, આ વચેટિયાઓ ચોકડી વિસ્તારમાં સક્રિય રહી મહિનાનું ભારણ આપવું પડે.. સાહેબને પહોંચાડવું પડે..ગાડી મુકવી હોય તો આટલા તો થશે જ જેવી બાબતો જે તે વ્યક્તિઓને કરતા હોય છે અને પોતાના તેમજ તેઓના આકાઓના ખિસ્સા ભરતા હોય છે, તેવી ચર્ચાઓ સ્થાનિક જાગૃત નાગરિકોમાંથી સામે આવી રહી છે.