Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં મકાનનો પાયો ખોદતાં માટી ધસી પડતાં એકનું મોત

Share

ગોધરામાં મકાનના પાયા ખોદતી વખતે માટી ધસતાં ઊંડો ખાડો પડતાં શ્રમિકો દટાઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને માટીમાં દબાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગોધરા ફાયર બિગેડ દ્વારા 12 ફૂટ ઉંડા ખાડાની માટીમાં દટાઈ ગયેલા બે શ્રમિકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતાં. બહાર કાઢવામાં આવેલા શ્રમિકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં મકાનના પાયા ખોદતા દરમિયાન માટીની અંદર દબાઈ ગયેલા શ્રમિકો દાહોદ જિલ્લામાં લીમખેડા અને ગોધરા તાલુકાના મહેલોલ ગામના વતની હોવાની વિગતો સામે આવી છે. ફાયર વિભાગે જણાવ્યું કે, આજે સવારે 10થી 10:30 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને જાણ થઈ હતી કે ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં એક મકાનના પાયાના ખોદકામ દરમિયાન ત્રણ જેટલા શ્રમિકો 12 ફૂટ ઊંડા ખાડામાં દટાયા છે.

Advertisement

ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સૈયદવાડા વિસ્તારમાં ઘટનાની જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ અડધો માટીમાં દબાયેલો હતો. જ્યારે બીજા બે વ્યક્તિઓ 12 ફૂટ ઊંડા ખાડામાં દટાઈ ગયેલા હતા. જેમાંથી એક અડધાં દટાયેલા વ્યક્તિને તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોએ ઉપર ખેંચી લીધો હતો.જ્યારે એકને સિવિલ હોસ્પિટલ લઈ જતાં તેને જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો.


Share

Related posts

છોટાઉદેપુર : કરાલી પોલીસે રૂ. 65,700 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

વડોદરામાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખના પૌત્રના લગ્ન પ્રસંગે બેગની ઉઠાંતરી કરતો ઈસમ CCTV માં કેદ

ProudOfGujarat

ભરૂચ : આઝાદીનાં અમૃત મહોત્સવ-2021 અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ ખાતે 65 મો વેબીનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!