ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તાડીયાવાડી લીંબુ છાવડી પાસેથી પોલીસે સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ બી ડીવીઝન પોલીસની હદમાં આવેલા તાડીયા વાડી તેમજ લીંબુ છાવડીમાં ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ કાફલાએ છાપો મારતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં સાત જેટલા જુગારીઆઓ ઝડપાઈ જતા તેઓની હજારો રૂપિયાની મુદ્દામાલ સાથે અટકાયત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement