ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી જીલ્લામાં ગુમઅપહરણ થયેલ બાળકો પૈકી શોધવાના બાકી બાળકો વ્યક્તિઓને શોધી કાઢવા માટે સૂચના કરવામાં આવેલ હતી. ગઈ તા.૨૪/૦૩/૨૦૨૧ ના રોજ શાંતીનગર સારંગપુર, તા.અંકલેશ્વર જી.ભરૂચ ખાતે રહેતા સાજન ઉર્ફે રાજેન્દ્રભાઇ મંડલ ઉ.વ. ૧૩ નાઓ ધરે કોઇને કંઇ પણ કહ્યા વગર જતો રહેલ હતો અથવા સંભવિત રીતે તેનું કોઇ અજાણ્યો ઇસમ કોઇ અગમ્ય કારણોસર ગુનાહીત ઇરાદે અપહરણ કરી લઈ ગયેલ હોવાની બાળકના પિતાએ તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ પોલીસ સ્ટેશન ખાતે આવી ઉપરોક્ત બાબતની જાણ કરતા બાળક ગુમ થયા અંગે અંકલેશ્વર પો.સ્ટે. એ ગુનો રજીસ્ટર કરતા અંકલેશ્વર GIDC પો.સ્ટે. નાઓ દ્વારા તપાસ સંભાળી ગુનાની ગંભિરતાને ધ્યાને બઈ પો.સ્ટે.ના પોલીસ માણસોની અલગ – અલગ ટીમો બનાવી જુદીજુદી દિશામાં બાળકની તપાસ કરવા સઘન પ્રયત્નો હાથ ધરેલ તેમજ સોસીયલ મીડીયાના માધ્યમથી અલગ અલગ વોટસએપ ગ્રુપોમાં બાળકના ફોટા શેર કરી તેમજ ચાઇલ્ડ કેર હોમ તથા રીમાન્ડ હોમના સંપર્કમાં રહી બાળકની સાથેનો મોબાઇલ ચાલુ બંધ થતો હોય જેથી ટેકનીક સર્વેલેસના સતત સંપર્કમાં રહી તેમજ હ્યુમન રીસોર્સના આધારે બાળક નમક ફેક્ટરી પાસે, ગડખોલ અંકલેશ્વર ખાતે હોવાની માહિતી મળતા બાળકને ત્યાંથી અંકલેશ્વર GIDC પો.સ્ટે.એ લાવી બાળકને તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ હતું.
ગુમ થયેલ બાળકને શોધી તેના પરીવાર સાથે મિલન કરાવતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ.
Advertisement