Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને કાયાકલ્પ કાર્યક્રમ ૨૦૨૨-૨૩ અંતર્ગત ધારા ધોરણો સાથે ૯૧.૬૭ ટકા એક્સટર્નલ સ્કોર સાથે કાયાકલ્પ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આરોગ્ય સેવાને લગતી જિલ્લા કક્ષાની ગુણવત્તા સંબંધી આ એવોર્ડ બાબતે વિવિધ માપદંડ સર્વિસ પેકેજ જેમકે સગર્ભાની સેવા, પ્રસુતિબાદની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, આંખ, કાન, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઇમરજન્સી સેવાઓ, માનસિક બીમારી વાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી જિલ્લા કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી.

ઉપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવિધાના અલગ અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના ચેક લિસ્ટ મુજબ હેલ્થ અને વેલ્નેસ સેન્ટર ખાતે ચકાસણી થયા બાદ તાજેતરમાં જ મોટાસાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને સેવા સુવિધા ગુણવત્તા સંબંધીત ૯૧.૬૭ ટકા એક્સટર્નલ સ્કોર સાથે કાયાકલ્પ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મોટાસાજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને એવોર્ડ મળતા સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવામાં પણ ઉત્તરોત્તર વધારો થશે. તદુપરાંત કાયાકલ્પ એવોર્ડ મળતા મોટાસાંજાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને એક લાખની વિશેષ ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આર.ટી.ઓ સંબંધિત સેવાઓ ઉપલ્બધ કરાવવા કલેક્ટરને સૂચના

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર ગામમાં લગ્ન પ્રસંગવાળા ઘરમાં ચોરી…તસ્કરો સી.સી.ટી.વી. માં કેદ.

ProudOfGujarat

રાજપીપળા : કેવડિયામાં વધુ ૦૩ સહિત નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!