Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ દૂધ ધારા ગ્રાઉન્ડ નજીક ની સોસાયટી ના લોકો એ ગ્રાઉન્ડ માં છોડાતા ગંદા પાણી અને ગ્રાઉન્ડ ઉપર થતા મ્યુજીકલ પોગ્રામો ના કારણે થતી હેરાન ગતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો

Share

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ દૂધ ધારા ડેરી પાસે ના ગ્રાઉન્ડ નજીક રહેતા સોસાયટી વિસ્તાર ના રહીશો ને ગ્રાઉન્ડ ઉપર છોડવામાં આવતા ગંદા પાણી અને અવાર નવાર થતા વિવિધ પોગ્રામો માં મ્યુઝીકલ પોગ્રામો ના કારણે ભારે હાડમારી નો સામનો કરવાનો વાળો આવ્યો છે…….
આજ રોજ દૂધ ધારા ડેરી ના ગ્રાઉન્ડ નજીક આવેલ અવધૂત સોસાયટી ૧ ના સ્થાનિક રહીશો એ દૂધ ધારા ડેરી ના મેનેજમેન્ટ સામે આક્રોશ વ્યક્ત કરી સોસાયટી ના રહીશો ને થતી મુશ્કેલીઓ મામલે રોષ વ્યક્ત કર્યો હતો….સાથે જ સોસાયટી ના રહીશો એ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ઉપર ગંદા પાણી અને ગંદકી ના કારણે મચ્છરો ના ઉપદ્રવ માં વધારો થયો છે તેમજ સોસાયટી વિસ્તાર ના મકાનો તરફ દુર્ગંધ મારતી હવા ના કારણે લોકો ને રોજિંદા જીવન જીવવામાં તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે…તેમ આક્ષેપો કરતા જણાવ્યું હતું..
જયારે દૂધ ધારા સોસાયટી નજીક ની સોસાયટી વિસ્તાર ના રહીશો ના આક્રોશ અને પડતી મુશ્કેલીઓ બાબતે દૂધ ધારા ડેરી ના MD એ સમગ્ર મામલા ને ધ્યાન ઉપર લઇ આગામી સમય માં લોકો ને હાડમારી નો સામનો ન કરવો પડે તે પ્રકાર ની વ્યવસ્થા કરીશું તેમ જણાવ્યું હતું ..
હારૂન પટેલ

Share

Related posts

ગોધરા: અપક્ષ ઉમેદવારોના ચુટણી કાર્યાલયના કાર્યક્રમમાં, જાણીતા ગુજરાતી ગાયક ઉમેશ બારોટ હાજર રહ્યા.

ProudOfGujarat

મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું કમકમાટી ભર્યુ મોત…..

ProudOfGujarat

ભારે કરી – જાહેર માર્ગની નીચે જ મસમોટી સુરંગ તૈયાર કરાઈ, ભરૂચનાં તવરા રોડનો બનાવ, લોકો બોલ્યા શ્રમિકો પણ સેફટી સાધનો વગર હતા

ProudOfGujarat
error: Content is protected !!