Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જી-૨૦ અંતર્ગત “રન ફોર યુનિટી” ની દોડ યોજાઇ.

Share

નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની રાહબરીમાં પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકો અને યુવાનો જી-૨૦ સાથે અર્થપૂર્ણ રીતે જોડાય, જાગૃતતા કેળવાય તેવા શુભ આશય સાથે સવારે “રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ” હેઠળ રન ફોર યુનિટી યોજાઈ હતી. જેને રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના આચાર્ય ડો.એચ.એસ. પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ જી-૨૦નું યજમાનપદ ભોગવી રહ્યું છે ત્યારે દેશભરમાં તે અનુસંધાને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ આ અંગેનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત રાજપીપલા ખાતે યોજાયેલી રન ફોર યુનિટીનું રજવાડી નગરીના પ્રવેશદ્વાર એવા કાલાઘોડા સર્કલથી શરૂ કરી શહેરના મૂખ્ય માર્ગ પરથી પસાર થઈને સૂર્ય દરવાજા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. અંદાજે બે કિમી સુધીની આ દોડમાં સામેલ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

“રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ” ના સમગ્ર આયોજન સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી(ડેહક્વાટર) પી.આર.પટેલે એક સંવાદમાં જણાવ્યું હતું કે, જી-૨૦ સમિટ ૨૦૨૩ માં ભારત દેશને યજમાન પદ મળ્યું છે તે સંદર્ભે રાજપીપલા ખાતે પર્યાવરણની જાગૃતિ અંગે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોએ પોતાની ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી. જેના થકી સ્વસ્થ જીવનનો સંદેશો દેશના નાગરિકોને પાઠવ્યો છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

Advertisement

રન ફર યુનિટી દોડમાં જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એમ.બી.ચૌહાણ, છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના એસોસિએટ એનસીસી ઓફિસર ડો. વિજય પટેલ, સ્વીમીંગ કોચ જડ્ડી સર, એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એસોસિએટ એનસીસી ઓફિસર રાહુલ ઠક્કર, જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના તાલીમાર્થીઓ, એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનસીસી કેડેટ્સ, જી.આર.ડી.સભ્યો, હોમગાર્ડ, નવદુર્ગા હાઈસ્કૂલના એન.સી.સી. કેડેટ સભ્યો તેમજ અન્ય શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપળામાં બે જગ્યાએથી ચંદનના મોટા ઝાડ કાપી જતાં ચકચાર.

ProudOfGujarat

છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ એ મોરબી જિલ્લાના ચરાવડા ગામેથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વરના સરફૂદિન ગામમાં દબાણ હટાવા કામગીરી હાથ ધરાઈ: અમદાવાદ મુંબઈ વચ્ચેના ગુડ્ઝ ટ્રેન વ્યવહાર માટેની જમીન સંપાદિત થયેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!