ભારતીય કિસાન સંઘ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કમોસમી વરસાદથી થયેલ ખેતીના નુકશાન અંગે વળતરની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં જે કમોસમી વરસાદ સાથે વાવાઝોડાના કારણે ઉભા પાક જેવો કે ઘંઉ, બાજરી, જુવાર, દીવેલીયા, કપાસ વગેરે ખેત પેદાશને વ્યાપક નુકશાન થયેલ છે. તદ્ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ ઘણા મોટા એવા પ્રમાણમાં નુકશાન થયેલ છે. જેવા કે કેરી તથા ચીકુ જેવી ખેડૂતોની ખેત પેદાશોને પણ મોટું નુકશાન થયેલ છે. તેથી તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને રાહત વળતર આપવા માટે ખેડૂતોની જમીનોનું તાત્કાલીક સર્વે કરાવી યોગ્ય વળતર મળે એવી ખેડૂતોની માંગ છે. તદ્ઉપરાંત સરકારની યોજના ઇ – ખેડૂત પોર્ટલ પર જે ગોડાઉન બનાવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ જે સરકાર દ્વારા મંજૂરી મળેલ છે ખેડૂતોને જે સહાય મળે છે, તે પણ ઘણી ઓછી છે. જે રીતે સરકારે પોતાના ધારા ધોરણો દ્વારા જે એસ્ટીમેન્ટની માંગણી કરેલ છે ( બાંધકામને લગતી ) જેથી કરીને ગરીબ અને સામાન્ય ખેડૂતો આ યોજનાનો પુરતો લાભ લઇ શક્તા નથી કારણ કે તે સહાય ઘણી ઓછી છે. તો તે વધારીને ૭૫ % થી ૮૦ % જેવી કરે તો દરેક ખેડૂત લાભ લઇ શકે. તેથી કરી માવઠા જેવા સમયમાં પણ ખેડૂત પોતાની સમય સુચક્તા વાપરી પોતાનો પાક સંગ્રહ – પોતાનાજ ખેતરમાં કરી શકે અને દેશની ઉન્નતીમાં પોતાનો અમૂલ્ય યોગદાન આપી પરંતુ સરકાર આવી યોજનાઓ ફક્તને ફક્ત ખેડૂતોને ભ્રમીત કરવા માટે હોય છે, જેથી ભારતીય કિસાન સંઘના ખેડૂતોનો સખત વિરોધ છે.
ભરૂચ : કમોસમી વરસાદથી થયેલ નુકશાનના વળતરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.
Advertisement