Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગૃહ પ્રધાનની સતર્કતા અને સબજેલમાં સફળતા, ભરૂચ સબજેલ કે કોલ સેન્ટર..? મોબાઈલથી લઈ હજારોની રોકડ ઝડપાઈ, અપરાધીઓના કારનામા અંદર પણ ગુંજ્યા…

Share

ઓપરેશન ક્લિન અંતર્ગત શુક્રવારે રાતે આખા રાજ્યની જેલોને એકસાથે ધમરોળવામાં આવી હતી. અમદાવાદ સેન્ટ્રલ જેલ સહીત રાજ્યના તમામ જિલ્લામાં પોલીસની ટુકડીઓએ સર્ચ શરૂ કર્યું હતું. ઘણા સ્થળોએ વહેલી સવાર સુધી પ્રક્રિયા ચાલી હતી. ભરૂચમા પણ એસપી ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સબ જેલ ભરૂચમાં તપાસ હાથ ધરી હતી.

સૂત્રો અનુસાર ભરૂચ પોલીસને સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન મહત્વની સફળતા પણ હાંસલ થઇ છે. જેલમાંથી 4 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 4500 પણ મળી આવ્યા છે. પોલીસે આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ પણ શરૂ કરી છે. રાત્રી દરમ્યાન અચાનક જેલમાં દરોડા દરમ્યાન ભરૂચ સબ જેલમાં ચાલતી કેદીઓની જાહોજલાલીના દર્શન સામે આવ્યા છે.

Advertisement

ભરૂચ સબજેલમાંથી તપાસ દરમ્યાન ચાર મોબાઈલ આખરે કયા કયા કેદીઓ વાપરતા હતા તે બાબત પણ હવે તપાસનો વિષય બની છે, સબજેલમાં અનેક ખૂંખાર કેદીઓ સજા ભોગવી રહ્યા છે. હત્યા, લૂંટ, અપહરણ, બળાત્કાળ સહિત વ્યાજખોરી પ્રોહીબીશનના કેસો મામલે પણ અનેક ગુનેગારો સજા ભોગવી રહ્યા છે, તેવામાં એક સાથે ચાર મોબાઈલ ફોન મળી આવવા જેલ સુરક્ષા સહિત જેલ બહારની સુરક્ષા સામે પણ ખતરા સમાન સ્થિતિ માની શકાય તેમ છે.

– સબજેલના સ્ટાફથી લઈ સુરક્ષા ગાર્ડ અને બેરેક દેખરેખ રાખતા કર્મીઓની ફરજ પર ઉઠ્યા સવાલ

ભરૂચ સબજેલમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાનમાં જ ચાર મોબાઈલ અને હજારોની રોકડ મળી આવી છે, હવે અહીંયા સવાલ એ થાય છે કે આટલા બધા મોબાઈલ જેલમાં અત્યાર સુધી ઓપરેટ થતા હતા અને જેલ પરિસરમાં હતા તો જેલમાં ફરજ બજાવતા જેલર સહિત કર્મીઓ શું કરતા હતા તે બાબત પણ તપાસનો વિષય છે. કુખ્યાત ગુનેગારોથી ભરપૂર સબજેલમાં આખરે આ પ્રકારની પ્રવૃતિઓ કોના આશીર્વાદથી અથવા મેળાપીપણાથી ચાલતી હતી તે બાબતે પણ તપાસ કરવી ખુબ જરૂરી છે.

-શું રોકડ રકમ રાખવાથી જેલમાં જલસા કરવા માંગો તે મળે છે..?

ભરૂચ પોલીસની સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન 4,500 જેટલી રોકડ રકમ મળી આવી છે, હવે આ રકમ જેલમાં કોના આશીર્વાદથી આવી અને ચાર દીવાલવાળી જેલની અંદર આખરે આ પૈસાનો કયા કારણે ઉપયોગ થતો..? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, તો કેટલીક ચર્ચાઓ પણ સામે આવી છે કે જેલમાં ગુટખા સહિત નશાનો સામાન મંગાવવામાં પણ આ રકમ ઉપયોગમાં લેવાતી હોય શકે છે, જોકે આ મામલે હવે પોલીસ તપાસ બાદ જ કંઈક સત્તાવાર સામે આવી શકે છે.

– ઝડપાયેલ તમામ મોબાઈલ FSL માં મોકલી તપાસને આગળ વધારાઈ

ભરૂચ સબજેલમાં મળી આવેલ તમામ મોબાઈલને FSL માં મોકલવાની તજવીજ શરૂ કરી પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરાયા છે, આ મોબાઈલ કંઈ પ્રવૃતિઓ માટે વપરાયા છે તે અંગે પણ રીપોર્ટ બાદ ખુલાસા થઈ શકે તેમ છે, શું જેલમાંથી ખંડણી ઉઘરાવવાનું કે સોપારીઓ લેવા આપવાનું કામ ચાલતું હતું તેવી બાબતો ઉપર પણ તપાસ થઈ શકે છે તેમ કહેવાય રહ્યું છે.

– ભૂતકાળમાં પણ અનેક વખત મોબાઈલ સહિત ગુટખા પાન મસાલા મળી આવ્યા હતા

ભરૂચ સબજેલ પ્રથમવાર વિવાદમાં આવી હોય તેમ નથી આ અગાઉ પણ કેટલીય વખત સબજેલના બેરેક પાસેથી અથવા જમીનોમાં સંતાડેલ અવસ્થામાં મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા છે, તેવામાં વધુ એકવાર ચાર જેટલાં મોબાઈલ અને રોકડ રકમ મળતા જેલમાં ચાલતા કારનામા લોકો સમક્ષ ખુલ્લા પડ્યા છે.


Share

Related posts

સુરતના ઉમરા વિસ્તારમાંથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલ કોસમડી ગામની મહિલા સહીત અન્ય યુવાનોને અગાઉના ઝઘડાની રીસ રાખી પાંચ શખ્શોએ હુમલો કરતા ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દાંત રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!