ગતોરોજ અંકલેશ્વર ખાતે આવેલ પી. પી. સવાણી સી.બી.એસ.ઈ. શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગના સીનીયર કે. ના વિધ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરી વિદ્યાર્થીઓના વાલીઓ, શાળાના આચાર્ય સુભાષ કુમાર નિર્માણ અને ડાયરેક્ટર રાકેશ રાય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જુનિયર અને સીનીયર કે.જી ના બાળકો એ અદભૂત નૃત્ય પ્રદર્શન કર્યું હતું, જે બાદ ઉપસ્થિત મહેમાનો થકી વિધ્યાર્થીઓને પ્રમાણપત્ર, પરિણામ પત્રક અને સુંદર ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન વાલીઓએ શાળા વિષે પોતાના સકારાત્મક વિચારો પણ વ્યકત કર્યા હતા.
Advertisement