Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ચાવજ ગામે ચાલતી ભાગવત કથામાં આવવા જવા માટે બસની વિનામુલ્યે સુવિધા ઉપલબ્ધ કરાઈ.

Share

ભરૂચમાં પ્રથમવાર મેર પરિવારના તોગાભાઈ નાથાભાઈ ભરવાડ ભાનુભાઈ ટોગાભાઇ ભરવાડ જીવનભાઈ ભરવાડ અને કિશનભાઇ ભરવાડ તથા ઝીણાભાઈ ભરવાડ દ્વારા ભરૂચમાં પ્રથમવાર જીગ્નેશ દાદા ( રાધે રાધે ) ની ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે જે કથાના વક્તા પુજ્ય જીગ્નેશ દાદા ( રાધે રાધે ) કથાનું રસપાન કરાવી રહ્યા છે જે કથા તારીખ 22 માર્ચથી 28 માર્ચ સુધી કથા ચાલનાર છે જે કથા સમય બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી છે ત્યારે કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો કથા સાંભળવા આવી રહ્યા છે ત્યારે કથામાં આવતા તમામ ભાઈ બહેનોને કોઈ પ્રકારની તકલીફ કે અગવડ ના પડે જેને ધ્યાનમાં લઇ ભરૂચ તથા આસપાસ વિસ્તારમાંથી આવતા લોકોને કથા સ્થળ પર પહોંચવામાં કોઈ તકલીફ ના પડે જેને ધ્યાનમાં લઇ ભરૂચમાં સ્મિત ટ્રાવેલ્સના હરેશભાઈ આહિર અને કે.પી ટ્રાવેલ્સના બીપીનભાઈ પટેલ દ્વારા બસની સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે.

જેમાં દરરોજ કથા સમય દરમિયાન બપોરે અઢી વાગ્યે શીતલ સર્કલ પરથી બે બસ જશે તથા નંદેલાવ બ્રિજ નીચેથી એક બસ અને શક્તિનાથ સર્કલ પાસેથી બે બસ આમ રોજ પાંચ બસો બપોરે અઢી વાગ્યાથી ઉપડી કથા સ્થળ પર પહોંચશે અને ત્યારબાદ કથા પૂર્ણ થયા પછી તેઓને પરત ભરૂચ પહોંચાડશે વિના મૂલ્યે અને આ સાથે જ રવિવારે તો દસ ( ૧૦ ) બસની ફાળવણી કરવામાં આવી છે જે અલગ અલગ સ્થળો પરથી દરેક ભાઈ બહેનોને કથા સ્થળ પર પહોંચાડશે. ભરૂચમાં યોજાયેલી જીગ્નેશ દાદા ( રાધે રાધે ) ની પ્રથમ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અને કથાનો લાભ લઈ રહ્યા છે ત્યારે કથાકાર જીગ્નેશ દાદા દ્વારા આવતા તમામ લોકોને કથાનો રસપાન કરાવી રહ્યા છે અને મેર પરિવારના પરિવારજનો દ્વારા કથામાં આવતા તમામ ભાઈ બહેનોને કોઈ જ પણ પ્રકારની તકલીફ ન પડે જેને ધ્યાનમાં લઈને વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ પાડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું

ProudOfGujarat

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે હાથ ધરાશે.

ProudOfGujarat

વાંકલ : જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!