Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના નવી નગરી ફળિયામાંથી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

Share

માંગરોળ ગામના નવીનગરી ફળિયા માંથી પોલીસે ₹30,800 ઈંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે ગુનાનાં આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. પો.સ.ઇ. એચ.આર.પઢીયારને ખાનગી બાતમી મળેલ કે, માંગરોલ ગામ નવીનગરી ફળીયામાં રહેતો અનિલભાઇ બાબુભાઇ વસાવા નાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેના ઘરના વાડામાં અલગ અલગ જગ્યાએ ખાડા કરી દારૂ સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે હે.કો. સંદીપ દેવેન્દ્રભાઈ, આનંદભાઈ પ્રેમાભાઈ,પો.કો. પ્રકાશભાઈ રમણભાઈ,પો.કો. આસિફખાન ઝહીરખાન, પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ, પો.કો.નયનભાઈ ધીરજભાઈ,વગેરેની ટીમે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો કુલ દારૂ બોટલ નંગ 113 જેની કુલ કિંમત ₹.૩૦,૮૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી અનિલભાઇ બાબુભાઇ વસાવા નાઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ જાહેર કર્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે મુખ્ય માર્ગ પર હાઇવા ટ્રક ડંમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

અંકલેશ્વરના હદ વિસ્તારમાંથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!