ભરૂચ જિલ્લામાં વસતા ખુબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોનો અતિ પવિત્ર એવી રમઝન માસનો પ્રારંભ તા.૨૪ માર્ચ શુક્રવારના રોજથી થઈ રહ્યો છે ત્યારે આ રમઝાન માસ નિમિત્તે ભરૂચ જિલ્લાના બજારોમાં ખરીદીની તેજી જણાતી હતી. પવિત્ર એવા રમઝાન માસ નિમિત્તે ભરૂચની મુન્શી મનુબરવાલા સ્કુલ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ જાતે રમઝાન માસનું મહત્વ સમજાવ્યું હતું અને રમઝાન માસની પવિત્રતા જળવાઈ રહે તેમજ ખુદાની બંદગી ખરા દિલથી કરી શકાય તે માટે નાના નાના બાળકો એવા વિદ્યાર્થીઓએ ખુબ વિસ્તૃતથી સમજ આપી હતી. પાક એવા આ રમઝાન માસમાં ખુદાની બંદગીનું અનેરૂ મહત્વ છે સાથે જ રોજા એટલે કે ઉપવાસ રાખી અને તેનુ કડક પાલન કરી મુસ્લિમ બિરદારો પાંચ સમયની નમાઝ નિયમિત અદા કરતા હોય છે, મુસ્લિમ બિરાદરો ખુદાને મનોમન એવી પ્રાર્થના કરતા હોય છે કે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેમજ બંધુત્વની ભાવના પણ પ્રસરે અને સાથેસાથે કોરોના મહામારી જેવી મહામારીઓ દૂર થાય.
ભરૂચની મુન્શી મનુબરવાલા સ્કુલ કેમ્પસમાં રમઝાન માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
Advertisement