Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વિવિધ સ્થળોએ શહિદ દિનની ઉજવણી કરાઈ.

Share

દેશની આઝાદી કાજે હસતા-હસતા ફાંસીના માચડે ચઢી જનારા વીર શહીદ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને પુષ્પાજલી સાથે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આજરોજ ભરૂચ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ શહેર – તાલુકા સહિત જીલ્લામા વિવિધ સ્થળોએ શહિદ દિવસની ઉજવણી નિમિત્તે ભારત માતાના વીર સપૂતો એવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલી આપવાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જેમાં ભોલાવ જીલ્લા પંચાયતમા આવેલા નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે સવારે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાન, યુવા મોરચાના પવિત્ર બિશ્વાલ, રોહિત તોમર અને નિતિરાજ સોલંકી સહિત ગ્રામજનો અને યુવા મોરચાના સભ્યો હાજર રહ્યા હતા.

તો બીજી તરફ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે પણ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વીર સપૂતો એવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

મકરસંક્રાંતિના તહેવારમાં હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનના વેપાર પર પ્રતિબંધ

ProudOfGujarat

રાજપીપળા ખાતે બે દિવસનાં પ્રવાસે આવેલ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હસન અસકરી મિયાનું ઉત્સાહ અને ઉમંગથી ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

વડોદરાના દિવાળીપુરા ખાતે કોર્ટ પરિસરમાંથી પિત્તળના વાલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!