અંકલેશ્વર નાં જુના જીન કંપાઉન્ડમાં આવેલ એક ઇલેક્ટ્રોનિક શોરૂમ નાં ગોડાઉનને તસ્કરો નિશાન બનાવી LED ટીવીની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જુના જીન કંપાઉન્ડમાં ઇલેક્ટ્રોનિક પોઇન્ટનું ગોડાઉન આવેલું છે. ગત રાત્રી દરમિયાન તસ્કરોએ તેને નિશાન બનાવીને ગોડાઉનનું શટર તોડીને તેમાંથી 10 થી વધુ LED ટીવીની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
બનાવ અંગેની જાણ ઇલેક્ટ્રોનિક પોઇન્ટનાં માલિક ક્રિપાલ સિંઘને થતા તેઓએ ગોડાઉન ખાતે દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરવામા આવતા ચોરી અંગે પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે,