Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી.

Share

નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટીયન પરીવાર વસેલો છે જેમનું નવું વર્ષ ગુડી પડવાથી શરુ થાય છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગુડીપડવાની ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રાજપીપલામા મહારાષ્ટ્રીયન પરિવારોએ ભેગા થઈ ગુડીપડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહીલાઓએ ગુડીપૂજન કર્યુ હતુ. ઘર આંગણાની રંગોળીથી સજાવી પારંપરીક ધ્વજ ગૂડીપતાકા, તોરણો ઘરેઘરે લટકાવી સૂર્યોદય સમયે ગૂડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર, કઢી લીમડાની ડાળી, ફુલમાળા બાંધીને ઉપરના છેડે કોરુ વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી પર ઉંધો લોટો લટકાવી આંબા, લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનુ પૂજન કર્યું હતુ. આજના દિવસે મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયનોએ વહેલી સવારે અત્યંગ સ્નાન કર્યુ હતુ તેમા શરીર સુગંધિત તેલ લગાડી ચોળીને ત્વચામાં જીરવી ગરમ પાણીથી સ્નાન કર્યુ હતુ. અચંગ સ્નાનથી શરીરમાથી રજોગુણ, તમો ગુણનો નાશ થાય છે અને સતોગુણનો પ્રભાવ વધતો હોવાનું જણાવ્યુ હતુ. રાજપીપલાના મહારાષ્ટ્રીયન અગ્રણી મહીલા જયોતી જગતાપે જણાવ્યુ હતુ કે ગૂડીપડવાના દિવસે જ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યુ હતુ. આજના દિવસથી જ સતયુગનો પણ પ્રારંભ થયો હતો. સમ્રાટ વિક્રમાદિત્યએ પોતાના સંવત્સર અને શાલિવાહન રાજાએ પોતાના શકનો પ્રારંભ કર્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે શાલિવાહન શકના નૂતન વર્ષનો પણ આજથી પ્રારંભ થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો. દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો વધ ફરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસ ગુડી પડવાનો દિવસ હતો. શકોએ હુણોનો પરાભવ કરીને વિજય પણ આ જ દિવસે કર્યો હતો. આજના દિવસથી સતયુગની શરૂઆત કરી હતી. ગુડી પડવો અક્ષય તૃતિયા અને દશેરા એટલે દરેકનો એક અને કારતક સુદ પ્રતિપદા એટલે અડધે એમ સાડા ત્રણ મુહૂર્ત છે. તેની વિશેષતા એ છે કે અન્ય દિવસે શુભ કાર્ય માટે મૂહુર્ત જોવુ પડે છે. આ દિવસનો કોઈ પણ ઘટક શુભ મુહર્ત જ હોય છે.

દીપક જગતાપ,રાજપીપળા


Share

Related posts

ઝઘડિયાના ખરચી ગામે વૃદ્ધાને ખેતરનાં રૂમમાં પૂરી ઇસમે સોનાની બંગડીઓની લુંટ કરી.

ProudOfGujarat

હનુમાન જયંતિ નિમિતે ભરૂચના રોકડીયા હનુમાન મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ….

ProudOfGujarat

સુરતમાં પાલિતાણા શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે જૈન સમાજની મહારેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!