પાનવડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ મોટી સાઢલી ગામના રહેવાસી કલ્પેશભાઈ છોટુભાઈ રાઠવાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. છોટાઉદેપુરમાં રાણી બંગલા પાછળ રહેતા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ રાઠવાએ પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.છેલ્લા કેટલાક દિવસથી માનસિક તણાવ અનુભવતો હોવાનું સામે આવ્યું છે. જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નસવાડીમાં પણ એક પોલીસ કોન્સ્ટેબલે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો અને ફરી વધુ એક પોલીસ કર્મચારીના આપઘાતથી પોલીસ બેડામાં શોક ફેલાયો છે. મૃતદેહને પીએમ માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે આ આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા છે કે અન્ય કોઈ કારણ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર