ભરૂચની પાવન સલીલામ મા નર્મદા નદીના કિનારે વસેલા ચાવજ ગામ ખાતે આવતીકાલે 22 માર્ચથી 28 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન મેર પરિવારના તોગાભાઇ નાથાભાઈ . ભાનુભાઈ તોગાભાઈ જીવનભાઈ અને કિશનભાઇ દ્વારા કથાનું ભવ્ય આયોજન કરાયું છે જે કથાનો આવતીકાલથી પ્રારંભ થશે.
વ્યાસપીઠ પરથી કથાનું સુંદર રસપાન જીગ્નેશ દાદા ( રાધે રાધે ) કરાવશે કથાના પાવનકારી પ્રસંગોમાં 22 માર્ચ એટલે કે આવતીકાલથી કથાના પ્રારંભ સાથે જ બપોરના પોઠીયાત્રા તેમજ સંતોનું સામૈયુ નીકળશે જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના સંતો મહંત ઉપસ્થિત રહેશે અને બપોરે ત્રણથી સાત કલાક ચાલનારી કથા જ્ઞાનયજ્ઞમાં નરસિંહ પ્રાગટ્ય વામન રામ અને કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, કૃષ્ણ સુલક્ષ્મી વિવાહ અને છેલ્લા દિવસે સુદામા ચારિત્ર સાથે કથાનું સમર્પણ થશે.
આ કથામાં 24 મી માર્ચ એ રાત્રે 9:00 કલાકે બીજું બારોટ અને પોપટભાઈ માલધારી દ્વારા ડાયરો અને લોકગીતોની રમઝટ બોલાવશે જ્યારે 27 માર્ચે રાત્રે 9:00 વાગે કલાકારો રસમીતા બેન રબારી અને પરેશદાન ગઢવી તેઓના કાર્યક્રમ રજૂ કરશે.
હાલ તો કથાને લઈ મેર પરિવાર અને ભરૂચ જિલ્લા માલધારી સમાજના આગેવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમમાં મગ્ન બન્યા છે. આ કથામાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો કથાનો લાભ લઇ તેવી મેર પરિવાર દ્વારા નિમંત્રણ પાથાવામાં આવ્યું છે. આ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભરૂચ જિલ્લાના માલધારી સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે.