વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું
ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર અને જાણીતા લેખક એસ.એસ.ઉપાધ્યાયે અંકલેશ્વરની સનાતન વિધ્યાલય અને નેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી.
એસ.એસ.ઉપાધ્યાય અમદાવાદ ખાતે ગુજરાત જ્યુડીશીયલ એકેડમીમાં વ્યાખ્યાન માટે આવ્યા હતા અને ત્યાંથી સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી ખાતે જઈ રહ્યા હતા ટે દરમ્યાન અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના ટ્રસ્ટી એલ.બી.પાંડે નાં આગ્રહથી તેમને સનાતન વિધ્યાલય તથા નેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે કારકિર્દી અંગેના પ્રશ્નો સંદર્ભે તેમને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાની કારકિર્દી ઘડવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી એલ.બી.પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત અંગે એલ.બી.પાંડે એ જણાવ્યું હતું કે રાજ્યપાલના અધિકારો અંગે એક માત્ર પુસ્તક લખનાર એસ.એસ.ઉપાધ્યાય પોતે ડીસ્ટીકટ જજ છે. તેઓના પુસ્તકનું વિમોચન રાષ્ટ્રપતિનાં હસ્તે કરાયું હતું. તેઓની સાથેના એક કલાકના વાર્તાલાપમાં વિદ્યાર્થીઓએ ઘણા પ્રશ્નો મુક્યા હતા અને સૌને તેમને સંતોષ થાય એ રીતે શાંતિથી સાંભળીને ઉત્તરો આપ્યા હતા જેનાથી વિદ્યાર્થીઓ પણ ખુશ થયા હતા.