ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ ડીસીએમ શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે શિક્ષણ આરોગ્ય પાણીની જરૂરિયાતોને પૂરી કરવા સીએસઆર એક્ટિવિટી હેઠળ ગ્રાન્ટ ફાળવી વિકાસના કામો કરવામાં આવે છે. આજરોજ ૨૧ મી માર્ચ 20૨૩ વિશ્વ જળ દિવસના ઉપક્રમે ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા નિર્મિત લિભેટ ગામના તળાવના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા સ્થિત ડિસીએમ શ્રીરામ લિમિટેડના સામાજિક જવાબદારી અંતર્ગત લિભેટ ગામ ખાતે નવા તળાવના નિર્માણ ઉપરાંત અન્ય એક તળાવનું રિચાર્જ તેમજ હેન્ડ પંપ રિચાર્જ કરવામાં આવેલ હતો. આ તળાવમાં અંદાજિત ૬૧ લાખ લિટર વરસાદી પાણીનો વાર્ષિક સંગ્રહ કરી શકાશે તેટલી તેની ક્ષમતા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જીપીસીપીના આર.ઓ વિજયભાઈ રાખોલીયા ડીસીએમના યુનિટ એડ બી એમ પટેલ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડિયા તાલુકાના લિભેટ ગામે વિશ્વ જળ દિવસ નિમિત્તે ડીસીએમ કંપની દ્વારા તળાવનું લોકાર્પણ કરાયું
Advertisement